વ્હાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું, ભેટી ચૂમી આમ તને લાડ લડાવું ૧/૧

 વ્હાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું,

ભેટી ચુંમી આમ તને લાડ લડાવું. … હો...ટેક

 તમને વ્હાલા હું તો નિત્ય નવડાવું,

અંગો ચોળીને અંગો ચોળીને.

સુંદર વાઘા સ્નેહે પેરાવું,

હેતે વાળ ઓળીને,

પ્રેમે કરું પુજન, તને લાડ લડાવું ….હો.. ભેટી.૧

તાજા મજાનાં ભોજન જમાડુ,

પ્રેમે પીરસીને પ્રેમે પીરસીને

મીઠી મધુરી વાતો કરાવું,

સ્નેહે તને સ્પર્શીને

અર્પી તન ને મન તને લાડ લડાવુ....હો.. ભેટી.૨

જ્ઞાનસખી કહે તને સ્નેહે સુવાડું,

મારી સૈયામાં મારી સૈયામાં 

સર્વ સુખ આપું તમોને દાબી મારા હૈયામાં

લઇને આલિંગન તને લાડ લડાવું....હો.. ભેટી.૩

મૂળ પદ

વ્હાલા હે ઘનશ્યામ તને લાડ લડાવું, ભેટી ચૂમી આમ તને લાડ લડાવું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0