આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી૨/૪

 આજ સખી અલબેલો વહાલો, રંગભર ખેલત હોરી ;

પ્રીતમ હાથ લઇ પિચકારી, મારત જોરાજોરી. આજ૦ ૧
તાલ મૃદંગ ભેર શરણાઇ, વાજાં બહુ વિધ વાજે ;
ખેલ રચ્યો રંગ રેલ અખાડો, રંગભીને વ્રજરાજે. આજ૦ ર
વંશી માંહી વસંત આલાપે, ઘેરે સ્વર અતિ ગાવે ;
વ્રજનારી સાથે જગજીવન, રંગ રેલ મચાવે. આજ૦ ૩
પ્રેમ સહિત મારત પિચકારી, ગાવત મુખસે ગારી ;
અરસપરસ લપટાય રહૈ હે, ગોપી ને ગિરિધારી. આજ૦ ૪
પુરુષોત્તમને સંગે પ્યારી, નાચત અતિ ઉતાલી ;
બ્રહ્માનંદ કહે વ્રજ વિનતાને, મગ્ન કરી વનમાલી. આજ૦ પ

મૂળ પદ

ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી