આવોને પ્યારા ધર્મદુલારા મેલુ ના એક પલ ન્યારા હૃદયથી શ્યામળા ૧/૧

આવોને  પ્યારા  ધર્મ  દુલારા મેલું ના એક પલ ન્યારા હૃદયથી  શ્યામળા

મૂર્તિ  તમારી આનંદકારી મેર કરો અવતારી  સલુના સાંવરા.                 આવોને...૧

પ્રીત કરી છે વ્હાલા,  તમ સંગ મેલી  કુળ  લાજને

સર્વસ્વ વારી તમ પર, ગુણલા હું ગાઉ સજી  સાજને

દર્શન કરવા તમને મળવા વ્યાકુળ મનડું  મારું, સલુના  સાંવરા.            આવોને...૨

ધન્ય બનાવું  જીવન  પામીને સ્વામિનારાયણ  રે

વ્હાલા તમારા વિના  રહેશે  નહિ આ તન પ્રાણ રે

દયાળુ  કરજો દયા  હવે તો શ્યામ સુંદર ગિરધારી  સલુના   સાંવરા.      આવોને...૩

અધમ   ઉધ્ધારણ  વળી  પતિત  પાવન  ઘનશ્યામ  રે

અવગુણ   અમારા  પ્રભુજી ધરશો ના  અંતર   મારા શ્યામ  રે

દર્શન   દેજો  દિલમાં  રહેજો  શામળિયા  સુખકારી   સલુના સાંવરા     આવોને...૪ 

મૂળ પદ

આવોને પ્યારા ધર્મદુલારા મેલુ ના એક પલ ન્યારા હૃદયથી શ્યામળા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0