નિત્ય પરોઢે નિર્મળતાથી સમરો સહજાનંદ રે ૧/૧

 નિત્ય પરોઢે નિર્મળતાથી

સમરો સહજાનંદ રે નિત્ય …

સ્નેહે રાખી સ્મરણ કરીને

ચિત્તમાં કૌશલચંદ રે નિત્ય …

 

સૂર્યોદય પહેલા સત્સંગી

જરૂર જાગી જાજો રે

જાગીને જગજીવન જપજો

ગુણ પ્રભુના ગાજો રે. નિત્ય …

 

શ્રીજી પ્રભુને સમર્યા કેડે

અંગ શૌચ આદરવું રે

પછી પલાંઠી વાળી પ્રીતે

કાષ્ઠનું દાતણ કરવું રે . નિત્ય …

 

કાષ્ઠનું દાતણ કરીને કરજો

શુદ્ધ નિરથી સ્નાન રે

ધવલ વસ્ત્ર લઇ બે ધોયેલા

પ્રીતે કરો પરિધાન રે નિત્ય …

 

આસન અન્યને અડ્યા વિનાનુ

પૃથ્વી પર પાથરવું રે

પૂર્વ કે ઉત્તર મુખ બેસી

કોડે આચમન કરવું રે નિત્ય…

 

તિલક ઉર્ધ્વપૂંડ કરીને તેમાં

કંકુ ચાંદલો કરવો રે

સુવાસિનીએ ચાંદલો સ્નેહે

ધર્મ કહે તેમ કરવો રે. નિત્ય…

 

વિધવા સ્ત્રીએ ભાલ વિશેથી

તિલક ચાંદલો તજવા રે

માનસપુજા કરી શ્રીજીને

ભાવથી સૌએ ભજવા રે. નિત્ય …

 

ચિત્ર પ્રતિમા વિશુદ્ધ ચિત્તે

નરનારાયણની સેવી રે

સર્વોપરી શ્રીજીની સેવા

લગનીથી કરી લેવી રે  નિત્ય…

 

શિક્ષાપત્રીનું પઠન કરે જે

ભરપુર ભક્તિ ભાવે રે

અભણ ભક્તો ભણેલ આગળ રે

વિમળ રીતે વંચાવે રે નિત્ય…

 

શુદ્ધ બની શિક્ષાપત્રીનું

આચરણ કરો અહોરાત રે

શિક્ષાપત્રી શાસ્ત્ર સ્વરૂપે

શ્રીજી છે સાક્ષાત રે નિત્ય…

 

ગુરૂમંત્રના જાપ કરીને

સ્વામિનારાયણ રટજો રે

પૂજા વિધિ આ નિત્ય કરીને

ઘરના કામો કરજો રે, નિત્ય…

 

મૂળ પદ

નિત્ય પરોઢે નિર્મળતાથી સમરો સહજાનંદ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0