ધન્ય ધન્ય તેહ ગામના જનને રે, ઘનશ્યામ વિચર્યા ઘેરઘેર ૧/૧

 ધન્ય ધન્ય તેહ ગામના જનને રે,
	ઘનશ્યામ વિચર્યા ઘેરઘેર, ગુણ ગાઇયે શ્રીકુંડળ ગામના રે...ટેક.
	પ્રભુ જ્યારે જ્યારે ત્યાં પધારિયા રે, સૌયે સેવા સજી શુભ પેર...ગુણ૦ ૧
પ્રેમી મામૈયો પટગર ત્યાં વસે રે, વનમાળી વસ્યા તેને વાસ...ગુણ૦
	ત્યાં તો સર્વે પ્રસાદિની રજ છે રે, જેવું વૈકુંઠધામ વિલાસ...ગુણ૦ ૨
સંઘ સોરઠમાં જાત્રા જે કરે રે, તે તો કુંડળમાં જાય જરૂર...ગુણ૦
	લીલા પૂછી પૂછીને ત્યાંની સાંભળે રે, તેના દોષ જાય નાસીને દૂર...ગુણ૦ ૩
શ્યામે સંતોને જોગ સધાવિયો રે, તે તો જૈને ઉતાવળીને તીર...ગુણ૦
	સખા સાથે ત્યાં જળક્રીડા કરી રે, મુનિનાથે વખાણિયું નીર...ગુણ૦ ૪
ન્હાય મહાત્મ્ય જાણી આ નીરમાં રે, તેને નડે નહીં જમજાળ...ગુણ૦
	બહુનામી સ્વામી એમ બોલિયા રે, વાલો વિશ્વવિહારીલાલ...ગુણ૦ ૫
પુષ્પિતાગ્રાવૃત્ત
પ્રભુ જગપતિ કુંડળે પધાર્યા, જનમનમાં અતિ હર્ષને વધાર્યા;
	બહુ દિન વસિ ત્યાં ચરિત્ર કીધાં, નિજજનને સુખ વાંછિતાર્થ દીધાં.
 

મૂળ પદ

ધન્ય ધન્ય તેહ ગામના જનને રે ધન્ય શ્યામ વિચર્યા ઘેર ઘેર

મળતા રાગ

ગરબી (પહાડી)

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0