પૂનમ ભરવા જઇએ પૂનમ ભરવા જઇએ, હાલતા હાલતા હાલો ભક્તો જેતલપુરમાં જઇએ ૧/૧

 પૂનમ ભરવા જઇએ (૨)

 

હાલો ભક્તો હાલતા હાલતા, પૂનમ ભરવા જઇએ

હાલતા હાલતા હાલો ભક્તો જેતલપુરમાં જઇએ.

 

સ્વામિનારાયણ મંદિર રૂડુ શ્રીજીએ બંધાવ્યુ.

રેવતી બળદેવજીનું સ્થાપન અહિયાં એમને કરાવ્યું.

દર્શન કરતા દુઃખડા ટળશે લહાવો એનો લઇએ (૨)

પૂનમ ભરવા જઇએ

હાલો ભક્તો હાલતા હાલતા, પૂનમ ભરવા જઇએ…૧

 

રેવતી- બળદેવ એવા દયાળુ સંકટ સૌના કાપે

આશા રાખી આવે એને દિકરા જરૂર આપે

શરણે રહીને મનથી આપણે ગુણ પ્રભુના ગઇએ (૨)

પૂનમ ભરવા જઇએ

હાલો ભક્તો હાલતા હાલતા, પૂનમ ભરવા જઇએ...૨

નજીક ને વળી દુર દુરથી ભક્તો અહીંયા આવે

હેત પ્રેમથી શ્રીજી જાણે સૌને ખેંચી લાવે

પુનમનો ઉપવાસ કરીને પાવન આપણે થઇએ(૨)

પૂનમ ભરવા જઇએ

હાલો ભક્તો હાલતા હાલતા, પૂનમ ભરવા જઇએ...૩

 

રેવતી-બળદેવજીની કૃપાથી, શ્રદ્ધા સૌની ફળતી

ગોવિંદ મેર કહે એમની દયાથી વેળા સૌની વળતી

એટલે ભક્તો ભાવ ધરીને ભક્તિ કરવા જઇએ (૨)

પૂનમ ભરવા જઇએ

હાલો ભક્તો હાલતા હાલતા, પૂનમ ભરવા જઇએ...૪

 

શ્રદ્ધા રાખી હાલો ભક્તો પૂનમ ભરવા જઇએ

માનતા માની હાલો ભક્તો પૂનમ ભરવા જઇએ

હિંમત રાખી હૈયે ભક્તો પૂનમ ભરવા જઇએ

ભેટ પુજાયું લઇને ભક્તો પૂનમ ભરવા જઇએ

મૂળ પદ

પૂનમ ભરવા જઇએ પૂનમ ભરવા જઇએ, હાલતા હાલતા હાલો ભક્તો જેતલપુરમાં જઇએ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0