હરિ મળ્યા શ્રી હરિ મળ્યા બોરસલીના ઝાડ નીચે હરિ મળ્યા ૧/૧

હરિ મળ્યા શ્રી હરિ મળ્યા

બોરસલીના ઝાડ નીચે હરિ મળ્યા

પૂર્વ જન્મનાં સુક્રત આજ મારા

આજ ફળ્યા આજ ફળ્યા

હરિ મળ્યા શ્રીહરિ મળ્યા…

 

સોના ઇંઢોણી રૂપા બેડલું લઇને

જળ ભરવાને હું તો ગઇ’તી

પાઘડીવાળા પ્રાણજીવનને

ટગર ટગર જોઇ રઇ’તી

સાંભળ સહિયર દર્શન કરતા

મારા સઘળા પાપ બળ્યા પાપ બળ્યા

હરિ મળ્યા શ્રીહરિ મળ્યા…

 

મારી સાથે મુખ મલકાવી

મોહન વાતો કરતા’તા

ભવજળ તરવા મેં અરજી કરી તે

અરજી ઉરમાં ધરતા’તા

છેલ છબીલાને નજરે નિહાળી

નૈનો મારા ખુબ ઠર્યાં ખુબ ઠર્યાં

હરિ મળ્યા શ્રીહરિ મળ્યા…

 

વિઠ્ઠલવર વાડીમાં બેસી

ઉપદેશ સૌને આપે

ગોવિંદ મેર કહે મહેર કહીને

સંકટ સઘળા કાપે

સહજાનંદનું સ્વરૂપ ભાળી

ઉર તણા અભિમાન ગળ્યા અભિમાન ગળ્યા

હરિ મળ્યા શ્રીહરિ મળ્યા… 

મૂળ પદ

હરિ મળ્યા શ્રી હરિ મળ્યા બોરસલીના ઝાડ નીચે હરિ મળ્યા

રચયિતા

ગોવિંદ મેર

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0