રાઈબાએ હરિને કહ્યું એમ, રાખો વેશ તપસ્વીનો કેમ ૧/૧

 રાઈબાએ હરિને કહ્યું એમ, રાખો વેશ તપસ્વીનો કેમ;
	જટાજૂટ જરૂર ઉતારો, દેખી દાઝે છે જીવ અમારો...૧
પારો રુદ્રાક્ષનો કાઢી નાખો, રુડી કંઠી તો તુળસીની રાખો;
	તમે રાખશો તપસીનો વેશ, દુ:ખ પામશે તો બધો દેશ...૨
તમે વસ્તુ કરો અંગીકાર, ઊપજે તેહ વસ્તુ અપાર;
	જેનો ત્યાગ તમારાથી થાય, તેની ઉત્પત્તિ અલ્પ જણાય...૩
રહ્યા ભેખ ભીખારીનો ધારી, ભાસે સૌ જન તેથી ભીખારી;
	માટે દિલમાં દયા પ્રભુ ધારો, સજો વેશ શોભે તેવો સારો...૪
વેશ રુદ્રનો વરવો છે એવો, તેનાં ભૂત પિશાચનો તેવો;
	વેશ સારો ધરે જે સુરેશ, તેથી દેવ ધરે રુડો વેશ...૫
સારો વેશ તમારો જણાશે, આખો દેશ સુશોભિત થાશે;
	દુનિયામાંથી જાશે દુકાળ, થાશે સર્વ પ્રકારે સુકાળ...૬
એવી વિનતિ વિશેષ સુણાવી, જટા ત્યારે પ્રભુયે પડાવી;
	કાઢી નાખ્યો રુદ્રાક્ષનો પારો, સજ્યો વૈષ્ણવનો વેશ સારો...૭
પાસે સંતોને પણ ત્યાં બોલાવી, સૌને વૈષ્ણવ દીક્ષા ધરાવી;
	પારો રુદ્રાક્ષનો તેહ તજાવ્યો, સારો વૈષ્ણવી વેષ સજાવ્યો...૮
સર્વે રાજી થયા સતસંગી, કરે દર્શન અંગે ઉમંગી;
	કરી લીલા એવી જગરાય, વધ્યો કુંડળનો મહિમાય...૯
પુષ્પિતાગ્રાવૃત્ત
નિજ જન હિત ચિત્તમાં વિચારી, અરજ સુણી હરિએ જટા ઉતારી;
	દુખકર ઊતર્યો મહા દુકાળ, સુખકર સર્વ થળે થયો સુકાળ...૧૦ 
 

મૂળ પદ

રાઈબાએ હરિને કહ્યું એમ, રાખો વેશ તપસ્વીનો કેમ

મળતા રાગ

ચોપાઈ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કુંડળના કીર્તનો-૨
Studio
Audio
0
0