લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી ધર્મકુંવર કિરતાર શોભે લટકાળો લહેરી ૧/૧

 લટકાળો લહેરી રે શોભે (૨)

ધર્મકુંવર કિરતાર શોભે

લટકાળો લહેરી રે શોભે

 

ધર્મકુંવરને જોતા મારી આંખલડી ઠેરી

કટિ કંદોરો ચરણે તોળા સુથલણી પહેરી

લટકાળો લહેરી રે શોભે (૨)

 

કાને કુંડળ ઉરમાં ઉતરી,કર કંકણ પહેરી

મોહનમાળા ને પોંચી ઉપર, નંગ લીધા હેરી

લટકાળો લહેરી રે શોભે (૨)

 

દર્શન કારણ મુનિવર આવ્યા, માવ લીધા ઘેરી

પાઘ રંગીન શિર પર શોભે ગુલાબી કેરી

લટકાળો લહેરી રે શોભે (૨)

 

પ્રેમાનંદ કહે ઉર્વિ ઉપર મોહ પામ્યા વેરી

સ્વામિનારાયણ પ્રગટ થઇને,આનંદી ફેરી

લટકાળો લહેરી રે શોભે (૨)

મૂળ પદ

લટકાળો લહેરી રે શોભે લટકાળો લહેરી ધર્મકુંવર કિરતાર શોભે લટકાળો લહેરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0