આવો આવો અલબેલા વહાલા રંગભર ફાગ રમાવો ૪/૪

 આવો આવો અલબેલા રે વહાલા, રંગભર ફાગ રમાવો રે;
	ઘેરૈયાને સંગે ગિરિધર, તાલી લઈને ગાવો રે...આવો૦ ૧
પેચાળી બાંધો પાઘલડી, સુંદર પહેરો જામા રે;
	અબીલ ગુલાલની ફાંટ ભરીને, આવી ઊભા રહો સામા રે...આવો૦ ૨
લાલ તમારાં લટકાં સુંદર, થઈએ નિહાલ નિહાળી રે;
	શૂર થઈને ખેલો સામા, વહાલાજી પલવટ વાળી રે...આવો૦ ૩
વિવિધ ભાત વાજાં વજડાવો, રમત કરીએ ભારી રે;
	પ્રીતમજી અતિ રંગ ભરીને, ઝડ મચાવો પિચકારી રે...આવો૦ ૪
હાર્યાથી બીજ્યો મા હરિવર, જિતાડીશું જાણી રે;
	બ્રહ્માનંદના નાથ પધારો, મુખનું રાખો પાણી રે...આવો૦ ૫ 
 

મૂળ પદ

ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે

મળતા રાગ

વસંત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી