હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી ૧/૧

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી;
			હે સંકટના હરનારા...તારી૦ ટેક.
મેં પાપ કર્યાં બહુ એવાં, હું ભૂલ્યો તમારી સેવા;
			મારી ભૂલોના ભૂલનારા...તારી૦ ૧
હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા;
			વિષને અમૃત કરનારા...તારી૦ ૨
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
			અવળી સવળી કરનારા...તારી૦ ૩
મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો;
			મારા સાચા ખેવનહારા...તારી૦ ૪
ભલે છોરું કછોરું થાયે, તું માવતર કહેવાયે;
			મીઠી છાંયાના દેનારા...તારી૦ ૫
 

મૂળ પદ

હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઇ પાર નથી

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0