સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી ૧/૧

સરયુ જળમાં કેશર ઘોળી, સ્નાન કરાવું ઘનશ્યામજી

હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવુ ઘનશ્યામજી

 

અંગો લૂછી આપુ વસ્ત્રો, પીળુ પિતાંબર પ્યારમાં (૨)

તેલ સુગંધી નાખી આપુ, વાકડીયા તુજ વાળમાં

સરયુ જળમાં…

 

કુમકુમ કેરુ તિલક સજાવુ, શ્રીજી તારા ભાલમાં (૨)

અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં.

સરયુ જળમાં…

 

હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠુ તાલમાં (૨)

નજર ન લાગે શ્યામસુંદરને, ટપકાં કરી દઉં ગાલમાં

સરયુ જળમાં…

 

પગમાં ઝાંઝર રુમઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં

કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિત્તડુ ચાલમાં

સરયુ જળમાં…

 

મોર મુગુટ માથે પહેરાવુ, મુરલી આપુ હાથમાં (૨)

હરિકૃષ્ણની નિરખી શોભા, વારી જાઉં એના વાલમાં

સરયુ જળમાં…

 

દૂધ કટોરી ભરીને આપી, પીઓને મારા વાલમાં

ભક્તમંડલને દર્શન  આપો, રાખો શરણે શામળા.

સરયુ જળમાં… 

મૂળ પદ

સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
16
10