નંદના નાનકડાની બંસી રે, મરમાળી બોલે છે ૨/૨

નંદના નાનકડાની બંસી રે, મરમાળી બોલે છે;
	મરમાળી બોલે છે, પાતાળે શેષજી ડોલે છે...નંદના૦ ટેક.
કંચન મુરલી કહાના તારી, નૌતમ જડિયાં નંગ;
	સુણી સારા ઢાળ પરજના, પરવશ થયો પનંગ...નંદના૦ ૧
ઘેરે રાગે પ્યારી લાગે, મધુરસ મુરલી વાગે;
	નવલ રંગીલી રાધા રસીલી, આવીને ઊભી આગે...નંદના૦ ૨
હીરા માણેક મોતી પ્રવાળા, નંગનું ઝળકે નૂર;
	મુરલીમાં મણિઓ ઝડી જાણે, અગણિત ઊગ્યા સૂર...નંદના૦ ૩
ચટપટ ચાખડિયુંની ચોટે, કહાનો વેણું બજાવે;
	ફૂમકડાં ફર ફરતાં મેલી, મધુરસ મુરલી ગાવે...નંદના૦ ૪
વિઠ્ઠલ તારી વાંસલડીમાં, નૌતમ નંગ બેસાર્યા;
	ગોપીજનનાં મનડાં મોહ્યાં, ન રહે કોઈનાં વાર્યાં...નંદના૦ ૫
આંટી પગની વાળી ઊભા, રાધાજીની સાથ;
	દાસ હરિ કહે દુર્ગપુરમાં, ગુણિયલ ગોપીનાથ...નંદના૦ ૬
 

મૂળ પદ

માવાના મુગટડાનાં મોતી ઝીણાં ઝગમગ ઝળકે છે

મળતા રાગ

ગરબી

રચયિતા

હરિદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો




પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0