રે મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહિ ૧/૧

રાગ ઃ ભીમપલાસી

મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહિ,

એની   લેવડ   દેવડમા   ગોટાળા   હોય   નહિ.   રે. મારા....ટેક.

જેવી કરણી તેવુ આપે, પાપ પુણ્યનુ પલ્લુ માપે,

એની કાર્ય  કુશળતામા અંધારા હોય નહિ. રે.   મારા....  ૧

સકળ વિશ્વનુ રાજ ચલાવે, રાય રંકને એ ખવડાવે,

એના દિલ દરિયાના પાણી, ખારા હોય નહિ, રે. મારા.... ૨

ભક્તો પર પણ નજર રાખે, કરે કસોટી સુખડા આપે,

છતા પણ એ ભક્તો હૃદયેથી, ન્યારા હોય નહિ, રે. મારા...૩

સેવકની એ આશા મનમા, રમી રહે છે રાતદિવસમા,

ભક્તો ભાવે ભજે તો શ્રીજી, ન્યારા હોય નહિ. રે. મારા.... ,,૪

મૂળ પદ

રે મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
1