(૧)
કૌશલ દેશ રૂડુ ગામ છપૈયા,
કૌશલ દેશ રૂડુ ગામ રે લોલ.
ધર્મ ભક્તિને ઘેર પ્રગટ્યા પુરૂષોત્તમ,
ધર્મ ભક્તિને ઘેર પ્રગટ્યા રે લોલ
નામ ધર્યુ ઘનશ્યામ પુરૂષોત્તમ,
નામ ધર્યુ ઘનશ્યામ રે લોલ
હે એવા બાળચરિત્ર બહુ કરતા ઘનશ્યામજી,,
બાળ ચરિત્ર બહુ કરતા રે લોલ.
સખાને આનંદ દેતા ઘનશ્યામજી,
સખાને આનંદ દેતા રે લોલ.
સખાની સાથે એક દિન ઘનશ્યામજી,
સખાની સાથે એક દિન રે લોલ
જાંબુ ખાવાને ચાલ્યા ઘનશ્યામજી,
જાંબુ ખાવાને ચાલ્યા રે લોલ
મલની વાડીએ ચાલ્યા ઘનશ્યામજી,
મલની વાડીએ ચાલ્યા રે લોલ
જાંબુ ઉપર મલ દીઠો ઘનશ્યામજી,
જાંબુ ઉપર મલ દીઠો રે લોલ
હે તેના પાડેલા જાંબુ ખાધા ઘનશ્યામજી,
તેના પાડેલા જાંબુ ખાધા રે લોલ
મક્કાનો મલ ત્યાં બોલીયો ઘનશ્યામજી,
મક્કાનો મલ ત્યાં બોલીયો રે
જાંબુ તમે કેમ ખાધા ઘનશ્યામજી,
જાંબુ તમે કેમ ખાધા રે લોલ
જાંબુ ખાશો તો માર ખાશો ઘનશ્યામજી,
જાંબુ ખાઓ તો માર ખાશો રે.
ધીરે રહીને વાલો બોલ્યા ઘનશ્યામજી,
ધીરે રહીને વાલો બોલ્યા રે લોલ
જાંબુ અમે ખાવાના ઓ મૂર્ખા,
જાંબુ અમે ખાવાના રે લોલ.
હોય વિચાર મરવાનો તો આવજે,
હોય વિચાર મરવાનો રે લોલ.