વસંત વધાવા વ્રજની નારી નંદરાય ઘેર આવી  ૧/૪

વસંત વધાવા વ્રજની નારી, નંદરાય ઘેર આવી ;
કાજુ કાન કુંવરને કાજે, વસન વસંતી લાવી. વસંત૦ ૧
ઝીણો કમર પટો પાયજામો, અંગરખી ફૂલકયારી ;
ચોલ કસુંબી રંગમાં સુંદર, પાઘડલી છટકારી. વસંત૦ ર
કોઇ લાવી ફૂલડાંની માળા, કોઇ સોનાનો દોરો ;
કોઇ લાવી સુંદર ગૂંથીને, ફૂલડાં કેરો તોરો. વસંત૦ ૩
કેસર ચંદન ત્યાર કરીને, કંચન ભરી કચોળી ;
ચતુર ત્રિયા ચાંદલિયા સારુ, લાવી કુમકુમ ઘોળી. વસંત૦ ૪
કનક કલશમાં ધરિયાં કાજુ, આંબા મોર ને ઉંબી ;
બ્રહ્માનંદના વહાલાની પાસે, રહી સર્વે લૂંબીઝૂંબી. વસંત૦ પ

મૂળ પદ

વસંત વધાવા વ્રજની નારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી