સજની આજની શોભા શી હું વર્ણવું, ધૂમ મચી છે પીપલાણા પુર રે ૧/૧

 સજની આજની શોભા શી હું વર્ણવુ

ધુન મચી છે પીપલાણા પુર રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

લીલા તોરણ બાંધ્યા રે રૂડા ટોડલે

ધરી ધજાપતાકા ભલી ભાત રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

પૂર્યા ચોકમાં મોતી તણા સાથીયા

જોતા જન મન થાય રડીયાત

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

છજા માળીયા અગાસી ઉપર ચડી

નાચે મનમાં મગન થઇ મોર રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

વાજે ઢોલ ત્રાંસા ને ભેરી ભુંગળા

થાયે શરણાયુના અતિ શોર રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

નાચે આકાશમાં આવીને અપ્સરા

તે તો તા થૈ તા થૈ તોડે તાન રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

આજ તો ઉપજ્યો આનંદ આખા પુરમાં

આજ તો દુધડે વરસે છે મેહ રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

હાર તોરા ને ગજરા રૂડા ગુંથીને

લાવી માળણ ભરી મોટી છાબ રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

 

માયાતીત તેથી જનોએ જાણીયા

વિશ્વેશ્વર છે વિશ્વવિહારી લાલ રે

નગારા વાગે ધીંના ધીંના રે કળકળ કળ ધીંના

મૂળ પદ

સજની આજની શોભા શી હું વર્ણવું, ધૂમ મચી છે પીપલાણા પુર રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0