દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ ૧/૧

દૂધ ગાયનું ઉકાળી, કટોરો ભરી લાવી છું મહારાજ;
	આરોગજો પ્રભુ પ્રેમ કરી, મારી વિનંતી છે ઘનશ્યામ...ટેક.
ધોયેલ સાકર નાખી, માંય એલચી ચારોળી;
		બદામ કેસર ઘોળી		...કટોરો૦ ૧
લાડુ જલેબી લેજો, દૂધપાક પૂરીનું કહેજો;
		મને વધી પ્રસાદી દેજો	...કટોરો૦ ૨
ખારું ને મોળું કહેજો, જે જોઈએ તે માંગી લેજો;
		મને જમીને દર્શન દેજો	...કટોરો૦ ૩
વ્હાલે ગઢડું ઘેલું કીધું, વ્હાલે માખણ માંગી લીધું;
		વ્હાલે પ્રેમ સહિત દૂધ પીધું	...કટોરો૦ ૪
જળ ઘેલાની ભરી જારી, લઈ ઊભા છે બ્રહ્મચારી;
		તમે આચમન કરોને મોરારી	...કટોરો૦ ૫
વાલા એલચી સોપારી લેજો, પ્રભુ પાનબીડાનું કહેજો;
		મુખવાસ લઈ રાજી રહેજો	...કટોરો૦ ૬
વાલો ખળખળિયામાં ખેલ્યા, હરિ નારાયણ સરમાં નાહ્યા;
		હરિભક્તોને મન ભાવ્યા	...કટોરો૦ ૭
નિરાતે નિંદ્રા લેજો, કાંઈ સેવા હોય તો કહેજો;
		મારા દંડવત સ્વીકારી લેજો	...કટોરો૦ ૮
પ્રભુ મોટીબાના સ્વામી, હરિ તમે છો અંતરયામી;
		સંકટમાં સાથે રહેજો		...કટોરો૦ ૯
 

મૂળ પદ

દૂધ ગાયનું ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
16
5