મોટા મંડપની શોભા તે શી વર્ણવું રે, જોવા ઇન્દ્રાદિક દેવો લલચાય ૧/૧

હે મોટા મંડપની શોભા તે શી વર્ણવું રે (૨)

હે જોવા ઇન્દ્રાદિક દેવ લલચાય રે

રંગમંડપ છાયો મોતિએ રે

હે રૂડો રંગમંડપ છાયો મોતીએ રે

 

ઉપર કનકના કળશ ચડાવીયા રે

હે ધજા પતાકા ચડાવી ચારે પાસ રે

રંગમંડપ છાયો મોતીએ રે (૨)

હે રૂડો રંગમંડપ છાયો મોતીએ રે

 

હે બાંધ્યા તોરણ મનોહર મણી –મોતીના રે

હે તેનો ચારે દિશે પ્રસરે પ્રકાશ રે

રંગમંડપ છાયો મોતીએ રે (૨)

હે રૂડો રંગમંડપ છાયો મોતીએ રે

 

હે નીચે ઝાઝમ ગાલીચા પથરાવીયા  રે

હે માહીં ખુરશીઓ સુંદર શોભીત રે

રંગમંડપ છાયો મોતીએ રે (૨)

હે રૂડો રંગમંડપ છાયો મોતીએ રે

 

હે ત્યાં તો આવીને બિરાજ્યા રાણારાજવી રે

રામાનંદ સાથે શોભે ઘનશ્યામ રે

રંગમંડપ છાયો મોતીએ રે (૨)

હે રૂડો રંગમંડપ છાયો મોતીએ રે

 

હે વાજા વજાડીને સંતગુણ ગાય છે રે

અને જોવા ઉલટ્યું છે ત્યાં તો આખુ ગામ રે

રંગમંડપ છાયો મોતીએ રે (૨)

હે રૂડો રંગમંડપ છાયો મોતીએ રે 

મૂળ પદ

મોટા મંડપની શોભા તે શી વર્ણવું રે, જોવા ઇન્દ્રાદિક દેવો લલચાય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0