આજ શ્રી હરિને સંતો રાસ રમે છે ૧/૧

 દોહો :

સહજાનંદ શ્રીહરિ, રાસ રમ્યા પંચાળા મોજાર,

જોવા આવ્યા આકાશમાં, દેવો મુક્તો સર્વે અવતાર.

આજ શ્રીહરિ ને સંતો રાસ રમે રે,

રાસ રમે રે મારે હેડે ગમે રે...                 આજo ટેક.

હાથમાં છે ડાંડીયારા સાથમાં છે શ્રીજી,

પડકારા પાડે આજ સંત હરિ રીજી,

આકાશે આવી દેવ દેવી નમે રે...            આજ૦ ૧

નોંખી નોંખી અદામાં રમે સંત હરિ,

લટકા કરીને લીધા સોના મન હરિ,

ભમર ભમર ભમર હરિ સંત ભમે રે...       આજ૦ ૨

એક એક સંત વળી એક એક શ્રીજી,

જોનારા જગ ભૂલ્યા મૂર્તિમાં થીજી,

નાચો ગાઓને આજ સહુ તમે રે             આજ૦ ૩

રૂપાળી રાસ લીલા જ્ઞાન કહે ત્યારી,

ફુલડે વધાવો જાય દેવતાઓ વારી,

ડાંડી પડે ને ઢોલ ઢમક ઢમે રે...              આજ૦ ૪

મૂળ પદ

આજ શ્રી હરિને સંતો રાસ રમે છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0