જય જય સ્વામી સહજાનંદ, આશ્રિતજનને મન આનંદ (શ્રીજી બાવની) ૧/૧

જય જય સ્વામી સહજાનંદ, આશ્રિતજનને મન આનંદ...૦૧
જય જય શ્રીજી કરુણાધીશ, તવ ચરણોમાં નામું શીશ...૦૨
કરો કૃપા દૃષ્ટિ ભગવાન, આપો મુજને ભક્તિ જ્ઞાન...૦૩
માંગું કર જોડી તવ પાસ, મુજ હૃદિયામાં કરજો વાસ...૦૪
સરજુ કિનારે સુંદર ગામ, નિર્મળ છે છપૈયા ધામ...૦૫
સામ વેદી છે વિપ્ર તમામ, પ્રગટયા ત્યાં શ્રીજી ઘનશ્યામ...૦૬
છપૈયામાં જન્મ ધરી, ધર્મ ભક્તિ કુળ પાવન કરી...૦૭
આઠ વર્ષમાં ઉપવિત ધરી, અગિયાર વર્ષે વન વિચરી...૦૮
લોજપુરે વસિયા જઈ આપ, હરવા ભક્તોના સંતાપ...૦૯
દીક્ષા દીધી રામાનંદ, શુભ નામ દઈ સહજાનંદ...૧૦
ગઢપુર આવી વસિયા નાથ, ઉત્તમ નૃપનો ઝાલ્યો હાથ...૧૧
નિજજનના છો પ્રાણજીવન, તવ ચરણે ગઢપુર પાવન...૧૨
અનેક યજ્ઞો આપે કર્યા, ભક્તજનોનાં સંકટ હર્યાં...૧૩
શિક્ષાપત્રી સદ્‌ગ્રંથ કર્યા, વચનામૃતથી સંશય હર્યા...૧૪
સ્વામિનારાયણ પ્રગટયા આપ, કરવા શાંત ત્રિવિધિ તાપ...૧૫
શ્રીઘનશ્યામ તમારું નામ, સહજાનંદજી પૂરણકામ...૧૬
જે મુખે સહજાનંદ ગાય, તેનાં દુ:ખો દૂર પલાય...૧૭
નારાયણમુનિ શુભ નામ, ભક્તજનોની પૂરે હામ...૧૮
હરિકૃષ્ણ હૃદિયામાં ધરે, તેના મનોરથ પૂરણ કરે...૧૯
નીલકંઠ બ્રહ્મચારી નામ, જપવાથી અંતરે આરામ...૨૦
શ્રીજી શ્રીજી નામ ઉચ્ચાર, સરજુદાસ કરશે ભવપાર...૨૧
રામકૃષ્ણ ચોવીસ અવતાર, તેણે હણિયા અસુર અપાર...૨૨
ધર્મ એકાંતિક સ્થાપન કાજ, અવનિ ઉપર પ્રગટયા આજ...૨૩
અનંત પરચા આપ્યા તમે, ભક્ત ભેરુ થયા વિકટ સમે...૨૪
રૈવતગીરી દત્તાત્રેય ધામ, દત્તચરણ પર શ્રીઘનશ્યામ...૨૫
ઊભા દત્તરૂપે થઈ આપ, પૂજારી કરિયો નિષ્પાપ...૨૬
નરસૈયાને ચોરે જઈ, રાસમંડળનાં દર્શન દઈ...૨૭
હાટકેશ્વર જીરણગઢ ધામ, શિવ સેવકને દીધા દામ...૨૮
રાવણ, કંસ અસુર તમામ, કામ, ક્રોધ, લોભના ગુલામ...૨૯
એ કામ ક્રોધને જીત્યા તમે, કર્યા પરમહંસ સહુને ગમે...૩૦
ચોવીસ અવતારોનાં રૂપ, ચોવીસ તીર્થંકર સુખરૂપ...૩૧
ચોવીસ પેગંબર રૂપ શામ, તમે દીધાં દર્શન સુખધામ...૩૨
કાઠી, કોળી, પરધન હરે, ધાડપાડુના ધંધા કરે...૩૩
અફીણ, દારૂ મુખથી જમે, તેને માળા આપી તમે...૩૪
મહા ચરોતરની મોઝાર, ચોર ચોર તણો સરદાર...૩૫
જોબનપગીની વાગે હાક, તેને શરણ લઈ કરિયો પાક...૩૬
પાપી જે કરતા પંચ પાપ, તેને તો કીધા નિષ્પાપ...૩૭
દર્શન દઈ જપાવ્યા જાપ, અવતારના અવતારી આપ...૩૮
ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ઊપજાવ્યો તેનો અનુરાગ...૩૯
જીવ, માયા, ઈશ્વરનાં રૂપ, બ્રહ્મ અને પરબ્રહ્મ સ્વરૂપ...૪૦
તેનું દીધું જ્ઞાન અનુપ, એકાંતિક ધર્મે સુખરૂપ...૪૧
આત્મ સ્વરૂપ અનુભવ જ્ઞાન, ભલું કરી દીધું ભગવાન...૪૨
વિષ્ણુ, શિવ, બ્રહ્માદિક દેવ, પુરુષોત્તમની કરતા સેવ...૪૩
અમે સત્સંગી તમારા બાળ, સદા અમારી લો સંભાળ...૪૪
સત્સંગ મંડળ માગે ફરી, તવ ચરણોમાં રાખો હરિ...૪૫
અલ્પ મતિથી કરું સ્તવન, સ્વીકારી સુખ દ્યો ભગવન...૪૬
છેલ્લી અરજ તમારી પાસ, અક્ષરધામે દેજો વાસ...૪૭
માગું છું કર જોડી ખાસ, વચન દીયો મુજ હૃદયે વાસ...૪૮
દાસ જાણીને પૂરો હામ, નખશિખ મૂર્તિ શ્રીઘનશ્યામ...૪૯
માગે તીર્થ માધવાનંદ, શરણ તમારું સહજાનંદ...૫૦
શ્રીજી બાવની જે કોઈ ગાય, સહજાનંદજી કરશે સહાય...૫૧
અંતરમાં છાયો આનંદ, બોલો સહુ જન સહજાનંદ(૨)...૫૨
 

મૂળ પદ

જય જય સ્વામી સહજાનંદ, આશ્રિતજનને મન આનંદ

રચયિતા

માધવાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
1
1