કંકુ ઘોળી લખાવી કંકોતરી વસે હરિજન દેશ વિદેશ, અવસર રૂડો આવીયો ૧/૧

કંકુ ઘોળી લખાવી કંકોતરી

વાંચે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવિયો

 

પીપલાણાથી લખે રામાનંદજી

વાંચો અમારી અચળ આશિષ

અવસર રૂડો આવિયો

 

નિલકંઠવર્ણી જેનું નામ છે

જેના ઉત્તમ ગુણ છે અપાર

અવસર રૂડો આવિયો

 

તેને સત્સંગની શોભા દિક્ષાનો

અમે આપશું સૌ અધિકાર

અવસર રૂડો આવિયો

 

સહકુટુંબ તમે સર્વે  આવજો

સગા સ્નેહીને લાવજો સંગ

અવસર રૂડો આવિયો

 

એ છે ઉત્સવ ઉત્તમ સર્વથી

એ છે ઉત્તમ સૌથી ઉમંગ

અવસર રૂડો આવિયો

 

સ્વર્ગલોકથી સુર સર્વ આવશે

વળી ઇન્દ્ર ઇન્દ્રાણિ સહિત

અવસર રૂડો આવિયો

 

બ્રહ્મા સાવિત્રી પણ સત્યલોકથી

આવશે ધરી પુરણ પ્રીત

અવસર રૂડો આવિયો

 

શૈલ કૈલાસથી શંભુ આવશે

સાથે લાવશે ગૌરી ગણેશ

અવસર રૂડો આવિયો

 

નિજ પત્નિઓ સહિત પધારશે

શશી શેષ ધનેષ દિનેશ

અવસર રૂડો આવિયો

 

સનકાદિક મુનિવર સૌ મળી

આવશે ધરી હૈયામાં હેત

અવસર રૂડો આવિયો

 

મહા મુક્ત જે અક્ષર ધામના

આવશે સર્વ શક્તિ સમેત

અવસર રૂડો આવિયો

 

નિધિ નવ અને અષ્ઠ મહાસિદ્ધિ

તે તો આવશે પ્રગટ પ્રમાણ

અવસર રૂડો આવિયો

 

મૂર્તિમાન ચારે વેદ આવીને

અતિ કરશે ઉત્સવના વખાણ

અવસર રૂડો આવિયો 

મૂળ પદ

કંકુ ઘોળી લખાવી કંકોતરી વસે હરિજન દેશ વિદેશ, અવસર રૂડો આવીયો

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
0
0