આવ્યો વસંત પિયા અલબેલા બાંધો પાઘ વસંતી ૨/૪


આવ્યો વસંત પિયા અલબેલા, બાંધો પાઘ વસંતી ;        
ચટકીદાર અજબ રંગ છાંટી, ઉપરણી ઝલકંતી.  આયો૦ ૧
મોટાં મોટાં માટ લઇને, કેસર ઘોલી ભરીયે ;          
રસિયાજી રમાવને કાજે, પિચકારી સજ કરીયે.      આયો૦ ર
વ્રજજીવન પલવટ વાળીને, અબીર ગુલાલ ઉડાડો ; 
આમાસામી મેળ કરીને, મચવો રંગ અખાડો.      આયો૦ ૩
એક કોર સરવે ગોવાળા, એક કોર વ્રજનારી ;       
ખેલ કરો નટવર ખાંતીલા, સબ જગ મંગલકારી.   આયો૦ ૪
મીઠી મીઠી મોરલી વજાડી, ઘેરે સ્વર હરિ ગાવો ;
બ્રહ્માનંદના નાથ વિહારી, વહાલા વસંત વધાવો.  આયો૦ પ
 

 

મૂળ પદ

વસંત વધાવા વ્રજની નારી

મળતા રાગ

તેરે દ્વાર પે આઉંગી અથવા નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢુ રે સાંવરિયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી