ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે ૧/૧

ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે;
	પ્રભુ પરાયણ જીવન જેનાં, મૂકી મનની મમતા રે...ધન્ય૦ ૧
ગઢપુરવાસી પ્રેમના પ્યાસી, જગસુખથી એ ઉદાસી રે;
	ભીતર ભક્તિભાવ તપાસી, અહીં રહ્યા અવિનાશી રે...ધન્ય૦ ૨
તન મન ધન પ્રભુને સોંપી, હરિ આજ્ઞા કદી ન લોપી રે;
	અંતરની ઇચ્છા લીધી આટોપી, અનુવૃત્તિ એની ઓપી રે...ધન્ય૦ ૩
પ્રેમના તો એ પૂરણ દરિયા, વિશુદ્ધ ભાવે ભરિયા રે;
	મહારાજ મળ્યે અંતર ઠરિયાં, સંસાર સિંધુ તરિયા રે...ધન્ય૦ ૪
આ પ્રેમીજનના પદની રજ, મોટા મુનિવર ઇચ્છે રે;
	લક્ષ્મીનારાયણદાસ કહે છે, પ્રેમી એને પ્રીછે રે...ધન્ય૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધન્ય એ ગઢપુરવાસી, ગોવિંદને મન ગમતા રે

મળતા રાગ

ભૈરવી

રચયિતા

લક્ષ્મીનારાયણદાસજી સ્વામી - રાજકોટ ગુરુકુલ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
4
0