સંત હરિના અતિ સુખકારી દુઃખિયાના દુઃખ નિવારે રે ૧/૧

 સંત હરિના અતિ સુખકારી

દુઃખિયાના દુઃખ નિવારે રે

 

દિલડુ રે એનુ અતિશે દયાળુ

મનડુ છે પુનમનો ચંદ રે (૨)

રાત દિવસ એને એક જ રટના રે

હૈયે રહે સદા ભગવંત રે   એવા સંત…      ૧

 

 

અણસમજુ ભલે અવળુ કરે પણ

મનમાં ન રાખે એનો રંજ રે (૨)

પ્રીત કરવા ઇ તો અતિશે અધીરા રે

જેમ વરસે અષાઢી ઘન રે  એવા સંત …    ૨

 

 

જીવની કરણી એ તો જરીય ન જુએ રે

નેહના ભરેલા એના નેણ રે (૨)

વાણી વદે ત્યારે વરસી પડે રે

એના અંતરમાંથી આશિષ રે  એવા સંત …૩

 

મૂળ પદ

સંત હરિના અતિ સુખકારી દુઃખિયાના દુઃખ નિવારે રે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
8
8