એવી જાત્રા રે કરવી છપૈયા ધામની ૧/૧

 એવી જાત્રા રે કરવી છપૈયા ધામની,

એ...... જાત્રા  કરતા આનંદ આનંદ થાય રે

સહજાનંદ સ્વામી, એવી જાત્રા ….૧

હે એવા પ્રગટ્યા રે પુરૂષોત્તમ છપૈયા ધામમાં

એ...... કરવા કાંઇ જગતનું કલ્યાણ રે

સહજાનંદ સ્વામી, એવી જાત્રા …. ૨

હે એવા ભકિત રે માતા ને પિતા ધર્મ છે

હે ધન્ય ધન્ય ભક્તિ ધર્મના કુમાર

સહજાનંદ સ્વામી, એવી જાત્રા …..૩

હે  એવા બાળસ્વરૂપે લીલા બહુ કરી

હે સાક્ષી પુરે આજ છપૈયા ધામ રે

સહજાનંદ સ્વામી, એવી જાત્રા …..૪

હે એવી અરજી રે સાંભળજો શ્રીજી આટલી

હે ગોવિંદ મેર કહે દર્શન દેજો નાથ રે

સહજાનંદ સ્વામી, એવી જાત્રા …..૫

મૂળ પદ

એવી જાત્રા રે કરવી છપૈયા ધામની

રચયિતા

ગોવિંદ મેર

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0