વસંત ઋતુ આવી મારા વહાલા રંગભર ફાગ રમાડો ૩/૪ 

વસંત ઋતુ આવી મારા વહાલા, રંગભર ફાગ રમાડો ;
કાનકુંવર કરુણાના સાગર, પૂરણ રસ દેખાડો. વસંત૦ ૧
નૌતમ ઠાઠ રચ્યો નટનાગર, કેસર માટ ભરાવો ;
રંગતણી પિચકારી લઇને, સનમુખ શ્યામ ચલાવો. વસંત૦ ર
અબીર ગુલાલની ફાંટ ભરીને, ઉડાડો અલબેલા ;
મોહન રંગની ધૂમ મચાવો, રૂપાળા રંગરેલા. વસંત૦ ૩
હેમ કડાં પેહેરો બેઉ હાથે, પાઘ વસંતી બાંધો ;
રાગ વસંત આલાપો રસિયા, વાલમ રહે નહીં વાંધો. વસંત૦ ૪
વસ્ત્ર તમારાં લઇ વનમાળી, રંગસું જોરા જોરી ;
બ્રહ્માનંદના નાથ વિહારી, હરિવર ખેલો હોરી. વસંત૦ પ

મૂળ પદ

વસંત વધાવા વ્રજની નારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી