સંતો રે એવી મોહન માણકીની જોડી ૧/૧

સંતો રે એવી મોહન માણકીની જોડી

કદી નહિ રે જાણેલ કદી નહિ રે માણેલ

જેની ગોઠડી તોડાય નહિ તોડી...                       એવી...૧

મોહનની માણકી ને માણકીના મોહન

ખોળિયા જુદા ને જાણે હોય ના શું એક મન !

હે....ચાલે મોહન મરજી જાણી,જાણે છોડ્યું તીર તાણી

એવી અશ્વોની એ રાણી, એવી અશ્વોની એ રાણી,

માનો મુકત એ જરૂર નથી ઘોડી એ ઘોડી..         એવી ...૨

જાવું છે મોહનને આજ વરતાલે, હંકારે મોહન પણ માણકી ન હાલે

સહજાનંદે સોટી તાણી,માણકી માથે આજ મંડાણી

માણકી મનમાં ગઈ છે જાણી, માણકી મનમાં ગઈ છે જાણી

આજ રુઠ્યો છે રામ, મને દેશે છોડી રે ...........  એવી......૩

મરજી લોપ મોહનનો મનમાં ખટકે છે

વિનવે વનિતા તો વળી જાતા અટકે છે

માણકી મનમાં રહી મુંજાય, કોનું માનું તો સુખ થાય ?

એને યાદ આવ્યું ત્યાંય, એને યાદ આવ્યું ત્યાંય

ભક્ત પક્ષથી તર્યા છે લાખું ક્રોડી રે ક્રોડી રે.....  એવી..... ૪

ખરી ખબર આવે ત્યારે પક્ષને નિભાવજો

કોચવાય જો કાનજી તો એનેય કોચવાવજો

તોયે રાજી થાશે નાથ, છે એ સાચા ભક્તો સાથ,

થાશે અમર તમારી ગાથ, થાશે અમર તમારી ગાથ

કરો યાદ દાદે રાખી તેગ તોડી રે તોડી ......    એવી.....૫

ગયા ધામ શ્રીજી પછી માણકી મુંઝાણી

આંખે આંસુ ધાર કંઠમાં રૂંધાણી

હું  તો છઉં તમારી દાસ, મને તેડી લ્યોને પાસ

મારે જુગ જુગ જેવડો શ્વાસ, મારે જુગ જુગ જેવડો શ્વાસ

મારા કઠણ કર્મ કેરી રેખ નાખો તોડી રે.........એવી......૬

અરજી સુણીને મોહન મુંઝાણા, આવ્યો તેદુના એણે છોડ્યા છે ભાણા

વાલો વિરહે વ્યાકુળ થાય, દુઃખી દાસ ન ખમાય

આવ્યા અક્ષરધામથી ધાય, આવ્યા અક્ષરધામથી ધાય,

દાન દીધું ધામ કેરું, કરી જોડી અણતોડી

એ કાંઈ વાત નથી થોડી !...............           એવી.......૭ 

મૂળ પદ

સંતો રે એવી મોહન માણકીની જોડી

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0