સદા સુખિયા જગમાં સંત દુરિજન દુઃખિયા રે ૧/૧

 

સદા સુખિયા જગતમાં સંત, દુરિજન દુઃખિયા રે;

નાવે અકળામણનો અંત, મૂરખમાં મુખિયા રે.              સદા. ૧

મહિપાલ, પામે મહાત્રાસ, ઘણા વેરી ગાજે રે;

રખે થઈ જાય રાજનો નાશ, તેણે હેયું. દાજે રે.             સદા. ૨

તાલેવરને અંતરે ત્રાસ, ધાંખના ધનની રે;

રખે થઇ જાય નાણાંનો નાશ, મહા વ્યાધિ મનની રે.   સદા. ૩

રૂવે રાત દિવસ બહુ રાંક, ભૂખે મન ભટકે રે;

વડો પૂર્વ જનમનો વાંક, ખરે ખરો ખટકે રે.                  સદા. ૪

વણપરણેલા મનમાં મૂંઝાય, ફોગટ જેવા ફરીએ રે;

પરણેલા પૂરણ પસ્તાય, હવે શું કરીએ રે.                     સદા. ૫

સુવાસણને ધણીનો સંતાપ, હુકમ કરે હાલી રે;

વિધવાનાં તે પૂરણ પાપ, ઉંમર ઓશિયાળી રે.            સદા. ૬

કુળવંતી કરે કકળાટ, છકી ગયાં છે યાં રે;

કહ્યું માને નહિ દિનરેણ “, કાળાં મોનાં કેયાં રે.             સદા. 7

વાંજિયાનાં વિલાં મૂખ, માથે મેણું મોટું રે;

શેર માટીનું ભાંગવા દુઃખ, દિયે જયાં ત્યાં દોટું રે.         સદા. ૮

નીચા કુળ વાળા અકળાય, વધી ગયા વાંઢા રે;

દેવે શીદને સરજયા આાંય, ન સરજ્યા ઢાંઢા રે.            સદા. ૯

ભોગ લાગ્યો. તે લીધો ભેખ, બોલે એવું બાવા રે !

પડી હાથમાં પૂર્વ રેખ, તેથી થયા આવા રે                  સદા. ૧૦

જેને પ્રપંચ ઉપર પ્રોત, ઝુરે એ તો ઝાઝું રે;

ઋષિરાજની સમજે રીત, તેને સુખ તાજું રે                 .સદા. ૧૧

 

મૂળ પદ

સદા સુખિયા જગમાં સંત દુરિજન દુઃખિયા રે

રચયિતા

ઋષિરાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0