ચલોહું સખી ઘનશ્યામ પિયાસંગ ખેલન જઇએ હોરી ૧/૪

ચલોહું સખી ઘનશ્યામ પિયાસંગ, ખેલન જઇએ હોરી ;જમુના તીરે જદુપતિ ખેલે, લોકવેદ હદ તોરી.    ચ૦ ૧
મોહન હાથ લઇ મોરલિયાં, મધુરે મધુરે સ્વર ગાવે ;રંગભીનો વ્રજરાજ સાંવરો, અબીર ગુલાલ ઉડાવે.         ચ૦ ર
ગોપીગ્વાલ બાલ સંગ લીને, ભરી પિચકારી દોરે ;જોર પકર છેલા શિર ઉપર, રંગ ગગરિયાં ઢોરે.   ચ૦ ૩
જેલ કરત પરત અતિ જોરે, હોરી હોરી બોલે ;વ્રજનારી ગલ બાંહ્ય ડારકે, મતવાલો હોય ડોલે.   ચ૦ ૪
રસિક શ્યામસેં રમકે આલી, પરમાનંદ સુખ પૈયેં ;બ્રહ્માનંદ નવલ પ્રીતમકી, મૂર્તિ પર બલ જૈયેં     ચ૦ પ

મૂળ પદ

ચલોહું સખી ઘનશ્યામ પિયાસંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી