શુભ સ્વામિનારાયણ નામ લહો ૧/૧

શુભ સ્વામિનારાયણ નામ લહો

સુખ સાગરમાં જો રહેવા ચહો

નામીએ સહિત જો નામ લહો

રસબસ થઈ ગુલતાન રહો…     શુભ સ્વામિનારાયણ…

અવતારી સ્વયં ઘનશ્યામ હરિ

હરિકૃષ્ણ રટણ કર હરિ હરિ

સહજાનંદ છે સ્વામી સર્વોપરી

સમરીને રહો મૂર્તિમાં હરિ…      શુભ સ્વામિનારાયણ…

નિલકંઠ જે વર્ણીરાજ તમે

મુની નારાયણને  ભજીએ અમે

તવ દાસ તે તુજને બહુ ગમે

મોટા મુનીવર તવ કેડે ભમે…    શુભ સ્વામિનારાયણ…

પુરૂષોત્તમ શું ઘણી પ્રીત કરો

અલમસ્ત થઈ સુખમાંહિ ઠરો

ઓતપ્રોત થઈ ભવસિંધુ તરો

રસિયાજી તણા રસમાંહિ ઠરો…. શુભ   સ્વામિનારાયણ…

સ્વામિનારાયણ ચરણે નમવા

રોમ રોમ તણા સુખડા ખમવા

મૂક્તોની ભેળા નવા રંગ રમવા

કહે દાસાનુદાસ હરિને ગમવા…    શુભ   સ્વામિનારાયણ…

 

મૂળ પદ

શુભ સ્વામિનારાયણ નામ લહો

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0