પીઠી ચોળે પિતરાણી, આ તો છે અક્ષરાતીત એમ જાણી ૧/૧

 (વરને પીઠી ચોળતી વખતે)

પીઠી ચોળે પિતરાણી, આ તો છે અક્ષરાતીત એમ જાણી....................... ° ૧

મુખ ચોળી જોયું મનોહર જેણે, નક્કી કર્યું હરિ ધામે જાવા તેણે............... ° ૨

હાથ ચોળી હાથ ચોળી જોયા હરિ, તેને પરમધામ પ્રાપ્તિ કરે................. ° ૩

છાતી ચોળી માનની મંગળ ગાય, તેને બ્રહ્મધામ આવ્યું ભાગ્યમાંય......... ° ૪

પડખાં ચોળી જુવે છે જુવતી જેહ, તેનાં થયાં અમૃતધામમાં ગેહ.............. ° ૫

પેટે ચોળે પ્રેમે પ્રેમદા વળી, તેને બ્રહ્મમોહોલે બોલાવ્યું મળી................... ° ૬

વાંસો ચોળે વિનતા વારંવાર, તેના વર અક્ષરધામે ત્યાર....................... ° ૭

ચરણ ચોળી છાપ્યાં છાતીએ જે દાસ, વાસ વસ્યા અખંડાનંદ હરિ પાસ...  ° ૮

મૂળ પદ

પીઠી ચોળે પિતરાણી, આ તો છે અક્ષરાતીત એમ જાણી

રચયિતા

અખંડાનંદ મુનિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
આવી અક્ષરવરની જાન
Studio
Audio
0
0