સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને ૩/૪

પદ – ૩/૪   ૮૩૮
સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને;
સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને... ૧
એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા;
જમ્યા સર્વે લોક સરવે ધામ, સહુ થયા તૃપ્તતા... ૨
એવા સંતને પૂજીને પટ, પ્રીત્યેશું પહેરાવિયાં;
તેણે ઢાંક્યાં સહુના ઘટ, ભલા મન ભાવિયાં... ૩
એવા સંત મળ્યે મળ્યા સ્વામી, ખામી કોયે ન રહી;
કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી... ૪

મૂળ પદ

એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
4
1