લાલ પિયા ઘનશ્યામ રમત હે ફાગ અલૌકિક રીતિ ૪/૪

લાલ પિયા ઘનશ્યામ રમત હે, ફાગ અલૌકિક રીતિ ;
ખેલ કરત પ્રીતમ પ્યારીકે, પૂરન બાઢી પ્રીતિ. લા૦ ૧
કાલિંદ્રી તટ છેલ છબીલો, વિહરત કુંજવિલાસી ;
ગોપી સંગ રમત ગિરધારી, નટનાગર અવિનાશી. લા૦ ર
રસબસ હોય રમત રાધા સંગ, મનમોહન વનમાળી ;
નંદકુંવર ભ્રખુભાન નંદની, લાગી રહી રંગતાળી. લા૦ ૩
દોનું હો હો કર કર દોરત, દોનું રંગ શિર ડારે ;
વાજત તાલ મૃદંગ ટકોરી, હોરી રમત નહીં હાંરે. લા૦ ૪
અબીર ગુલાલ સો ઉડ રહ્યો હે, ધુમ પરસ્પર લાગી ;
બ્રહ્માનંદ શ્યામ સુંદર સંગ, ખેલે સો બડ ભાગી. લા૦ પ

મૂળ પદ

ચલોહું સખી ઘનશ્યામ પિયાસંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી