આજ મેં ઉતાવળા રે વાલો દીઠાં વેતાં વાટ, સામી શેરીએ રે ૧/૪

 રાગ ગરબી

૧                               પદ-૧/૪
આજ મેં ઉતાવળા રે વાલો દીઠાં વેતાં વાટ, સામી શેરીએ રે
ભેળો સર્વ સખાનો થાટ બેઉ ભાઈ બેલડી રે
બેઉ ભાઈ બેલડી રે, આગળ છોગાળો વૃષલાલ;
ચિતડું ચોરવા રે, ચટકે ચાલે ગજગતિચાલ.           આજ..  (૧)
દેખવા દેવને રે, સુરમુનિ કરતા આવે સેવ;
મુક્તની મંડળી રે, ગાતા આવે ગુણ અહમેવ.           આજ..  (૨)
સૈયર સૌ મળી રે, જોવા સારુ શોભાશેણ;
અમૃત રસ ભર્યા રે, વાલા સુણવા મુખનાં વેણ.        આજ..  (૩)
કૃપા કટાક્ષમાં રે, કરુણાંરસભર રૂડા નેણ;
જોવા જીવમાં રે, મનડું દેખતા થાય મેણ.                 આજ..  (૪)
આડિ આંખ્ય શું રે, ભાળી અમ સારુ અલબેલે;  
પરવશ કીધલા રે, દેખી ચંચળ ચખ રસ ખેલે.         આજ..  (૫)
ઘેલી થઈ ગઈ રે, બેની તે દિ’ થી ઘરકામ;
સુઝે કાંઈ નહિ રે, લીધી વેચાતી વણદામ.               આજ..  (૬)
વૈષ્ણવાનંદ કે’રે, દેખી આંખલડીની રેખ;
બ્રહ્મરુપ થઈ ગયા રે, કેટલાંક પેરી બેઠા ભેખ.         આજ..  (૭)
 

મૂળ પદ

આજ મેં ઉતાવળા રે વાલો દીઠાં વેતાં વાટ, સામી શેરીએ રે

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી