અલબેલો ખેલત નવલ ફાગ અતિ નવલ રંગ અરુ નવલ રાગ ૧/૬

 અલબેલો ખેલત નવલ ફાગ, અતિ નવલ રંગ અરુ નવલ રાગ.       અ૦ ટેક

ગાવત જયજય નવલ ગીત, અતિ રસિક શિરોમણી નવલ રીત ;       
નવલ નાગરી નવલ નાવ, રે નવલ વસંત ને નવલ ભાવ.                અ૦ ૧
નવલ વૃંદાવન નવલ વેલ, વળી નવલ ઘેરૈયા નવલ ખેલ ; 
નવલ ભાંતકે અંબમોર, રે નવલ પિયો ખેલે નંદકિશોર.                     અ૦ ર
નવલ ઝાંઝ ઝાલર મૃદંગ વાજે નવલ શરનાઇ મોર ચંગ ;   
નવલ લિયે પિચકારી હાથ, રે નૌતમ ગતિ રમે નવલ નાથ.               અ૦ ૩
નવલ સખી સર્વે લીન સંગ, આભૂષણ સુંદર નવલ અંગ ;     
બ્રહ્માનંદ કહે અતિ નવલ ખ્યાલ, રે મુખ ગાવત ગારી નવલલાલ.     અ૦ ૪
 

મૂળ પદ

અલબેલો ખેલત નવલ ફાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી