મતવાલો ઉભો જમના તીર હું તો કેમ કરી જાઉ બેહેની ભરવા નીર ૨/૬

મતવાલો ઉભો જમના તીર, હું તો કેમ કરી જાઉ બેહેની ભરવા નીર. મ૦ ટેક
ખાંખત લાગો કરે ખેલ, ફાડે નવલ ઓઢણી ફોડે હેલ ;
સાથે લઇને સર્વે ગ્વાળ બાળ, રે અતિ ગરવ ભર્યો મુખ બોલે ગાળ. મ૦ ૧
કેસર રંગ ઘોળી ભર્યાં છે માટ, બીચમાંય બેઠો છે બાંધી વાટ ;
લેઇ પિચકારી ને દોડે કેડ, વે તો જોરજોરાયે કરે છે છેડ. મ૦ ર
ખૂબ અબીલ ગુલાલની ભરી ફાંટ, આડો આવે છે મનમાં ધરી આંટ ;
બળ બીક દેખાડીને ઝાલે બાંહ્ય, મસ્તાનો રોળે રંગમાંહ્ય. મ૦ ૩
ઝઘડે નિત્ય આવી કરે છે જેલ, ફાટે મુખ બોલે એલફેલ ;
બ્રહ્માનંદ કહે નવરો ગાવે તાન, કજિયાળો ખેલે ફાગ કાન. મ૦ ૪

મૂળ પદ

અલબેલો ખેલત નવલ ફાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી