અનંત અપાર એને કૈયેજી રે, મનન કરી અમે મગન રૈયેજી રે; ૩/૪

 ૫૭                             પદ-૩/૪

અનંત અપાર એને કૈયેજી રે, મનન કરી અમે મગન રૈયેજી રે;
સુરત સંભારી સુખડા લૈયેજી રે, સમજીને માહાતમ અવિચળ થૈયેજી રે.           ૧.
જી રે સમજીને સુખિયા થૈયે, દુઃખનો તે નવ રહે લેશ
પુરણ બ્રહ્મને પેંખતા, આનંદ ઉરમાં હંમેશ.                                                      
જી રે સર્વ સુરમુનિ ઈશના હરિ, કર્મ ફળ દાતાર છે.
ભિન્ન ભિન્ન અંતર ઈન્દ્રિ જીવનું, જાણવાને ઉદાર છે.                                        
જીરે સર્વ જગમય પુતલીના, સુત્રધાર સ્વરૂપ છે.
એકકાળે સર્વ જનનું, જાણવા નરરૂપ છે.                                                          
જીરે સર્વ જનનું શ્રેય કારન, ભક્તિનંદન એક છે.
 કહે દાસ વૈષ્ણવાનંદએવા હરિ જાણે તે વિવેક છે.                                       
 

મૂળ પદ

ધરમદેવ સુત શ્રીઘનશ્યામજી રે, શ્રીપુરુષોત્તમ જન અભિરામજી રે;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી