વહાલા આવોને રમવા જોઉં છું વાટ રંગ કેસર ઘોળી ભર્યાં છે માટ ૬/૬

વહાલા આવોને રમવા જોઉં છું વાટ, રંગ કેસર ઘોળી ભર્યાં છે માટ. આ૦ ટેક
ફાગણ આવ્યો ફૂલે ફૂલ, આંબે કોયલ બોલે સુર અમૂલ ;
થયાં વન હરિયાં ઝૂક રહે છેલ, ખાંતીલા આવો કરીએ ખેલ. આ૦ ૧
ભરો અબીર ગુલાલની ફાંટ નાથ, સુંદરવર ઠલવો એક સાથ ;
ખૂબ રંગ ઉડાવો કરો ખ્યાલ, લટકાળા નટવર નંદલાલ. આ૦ ર
વારી આવી છે રૂડી ઋતુ વસંત, સરવે રમવા તત્પર થયા છે સંત ;
ચલવો પિચકારી વારમવાર, ઢોળો રંગ આવી એક ધાર. આ૦ ૩
અમે જાણી તમારી કરશું જીત, બીહીશો માં બ્રહ્માનંદના મીત ;
દેશો તે ફગુવા લેશું શ્યામ, હૈડાંની પૂરી કરો હામ. આ૦ ૪

મૂળ પદ

અલબેલો ખેલત નવલ ફાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી