સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો ૧/૧

 સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો;
જેમ છે એમ જીવન મને, તમારો મહિમા સમજાવો;
	હરિ હરિજનનો મહિમા મારે, નિશદિન વાલા ગાવો...ટેક.
દિવ્ય તમારું રૂપ રસિયા, દિવ્ય તમારા ગુણો;
સર્વત્ર હરિ વાસ તમારો, ખાલી નહિ કોઈ ખૂણો;
	ખૂણો ન ખાલી થાય તમથી, ભાગીને ક્યાં જાવો...સમ૦ ૧
દયા કરી અણમાપ દયાળુ, હું છું નાથ તમારો;
સાચું કહું હે સ્નેહીડા મારે, ખપ છે નાથ તમારો;
	માટે તમે મોહન મુજને, એક જ અનુભવાવો...સમ૦ ૨
ગુરુ ગોપાળાનંદ સ્વામીની, પરંપરામાં આવ્યો;
આ વખતે હું જનમ લઈને, વાલમ અતિશે ફાવ્યો;
	સ્વામીને છે તેવો જ મહિમા, તમારો મુજને થાવો...સમ૦ ૩
આજ અનુપમ અવસર આવ્યો, ભારે ભવજળ તરવા;
હરિભક્તોને રાજી કરીને, તમને રાજી કરવા;
	હરિ હરિજનનો મહિમા જલ્દી, જ્ઞાનજીવનને કરાવો...સમ૦ ૪ 
 

મૂળ પદ

સમજાવો મને સમજાવો, વાલા તમારો મહિમા સમજાવો

મળતા રાગ

સમજાવો મને સમજાવો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી