હેલ ઉપાડી એકલી હું તો ગઇતી હું તો ગઇતી રે ૧/૪

હેલ ઉપાડી એકલી હું તો ગઇતી, હું તો ગઇતી રે ;
હું તો ગઇતી ભરવાને નીર, સર્વ સૈયરના સાથમાં. હું૦ ટેક
કુંજ ગલીમાં કાનજી હોરી ખેલે, હોરી ખેલે રે ;
હોરી ખેલે વહાલો શ્યામ શરીર, લે પિચકારી હાથમાં. હું૦ ૧
લોક સર્વે ટોળે મળ્યાં રંગમાતો, રંગમાતો રે,
રંગ માતો ઉરાડે અબીર ગુલાલ ;
સાથ સખાની મંડળી રંગભીનો, રંગભીનો રે,
રંગભીનો રસિયો નંદલાલ, ગોપત્રિયો જોવા મળી. હું૦ ર
તોરા ગુલાબી ફૂલના શિર શોભે, શિર શોભે રે,
શિર શોભે પેચાળી પાઘ ;
ઓપે છે સન્મુખ આવતો અલબેલો, અલબેલો રે,
અલબેલો રમે સુંદર ફાગ, ગીત મનોહર ગાવતો. હું૦ ૩
કેસર કેરી ગાગરી શિર ઢોળે, શિર ઢોળે રે,
શિર ઢોળે રસિયો રંગરેલ ;
નાગર નટવર નંદનો બોલે ગારી, બોલે ગારી રે,
બોલે ગારી છોગાંવાળો છેલ, વહાલો બ્રહ્માનંદનો. હું૦ ૪

મૂળ પદ

હેલ ઉપાડી એકલી હું તો ગઇતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી