શ્યામ સલૂણો શ્યામળો મતવાલો મતવાલો રે ૨/૪

શ્યામ સલૂણો શ્યામળો મતવાલો, મતવાલો રે ;
મતવાલો રસિયો બલવીર, હુંસે રમે હરિ હોરિયાં. મત૦ ટેક
નેહ જણાવે નાથજી નયણુંમાં, નયણુંમાં રે ;
નયણુંમાં ભરે શ્યામ અબીર, લે લે સુંદર ઝોરિયાં. મત૦ ૧
સર્વે વ્રજની સુંદરી મુખ ગાવે, મુખ ગાવે રે,
મુખ ગાવે ગેરે સુંદર ગીત ;
રસિયાને રીઝવવા દેખી વાધે, દેખી વાધે રે,
દેખી વાધે કાંઇ પૂરન પ્રીત, ભૂધરને મન ભાવવા. મત૦ ર
ગોકુળની ગોવાલની જોવા આવી, જોવા આવી રે,
જોવા આવી જમુનાજીને ઘાટ ;
રૂપાળા વ્રજરાજને હેતે હેરે, હેતે હેરે રે,
હેતે હેરે ડોળે રંગ માટ, રંગ રંગે સર્વે સાજને. મત૦ ૩
મરમ વજાડી મોરલી હરિ ગાવે, હરિ ગાવે રે,
હરિ ગાવે ઉભા રાગ વસંત ;
હોરિ હોરિ મુખ ઉચ્ચારે બ્રહ્માનંદનો, બ્રહ્માનંદનો રે,
બ્રહ્માનંદનો વહાલો બળવંત, કાનકુંવર લીલા કરે. મત૦ ૪

મૂળ પદ

હેલ ઉપાડી એકલી હું તો ગઇતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી