ચાલ સખી નંદલાલને જોવા જાયે જોવા જાયે રે ૪/૪

ચાલ સખી નંદલાલને જોવા જાયે, જોવા જાયે રે ;જોવા જાયે ખેલે નંદકુમાર, ગિરિધર સાથે ગોપિયું.        જો૦ ટેક
ધૂમ અબીર ગુલાલની સામાસામી, સામાસામી રે ;સામાસામી મારે વારમવાર, કર પિચકારી ઓપિયું.        જોવા૦ ૧
ઢોલ દદામાં ગડગડે ડફ વાજે ડફ વાજે રે ;ડફ વાજે, વાજે તાલ મૃદંગ ;   
ઝડ લાગી મોરચંગની મરમાળો, મરમાળો રે ;મરમાળો રમે સહિત ઉમંગ, અજબ બની છબી અંગની    જોવા૦ ર
એકકોર ગોરી રાધિકા, બીજી કોરે, બીજી કોરે રે ;બીજી કોરે કોડીલો કાન ;
સાથ સર્વ ગોવાળિયા હોડાહોડી, હોડાહોડી રે ;હોડાહોડી ગાવે નૌતમ ગાન, અરસપરસ રંગ ઢાળીયા.    જોવા૦ ૩
કેસર ઢોળે માથડે બાંઇ મોડે રે ; બાંઇ મોડે ફાડે નવરંગ ચીર ;  
ગિરધર થયો છે ઘેલડો અલવીલો, અલવીલો રે,અલવીલો વ્રજરાજ અમીર, બ્રહ્માનંદનો છેલડો.    જોવા૦ ૪ 

મૂળ પદ

હેલ ઉપાડી એકલી હું તો ગઇતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી