હોરી અંતર ખેલે સો સંત હેરી હો હેરઇ સમદર્શી બ્રહ્મસ્વરૂપ ૩/૪

હોરી અંતર ખેલે સો સંત હેરી હો,
હાંરે સંત હેરઇ સમદર્શી બ્રહ્મસ્વરૂપ. હો૦ટેક
ભાવ ગુલાલ હાસ્યરસ કેસર, અહંતા રહિત અબીર ; બલ જાઉ
પ્રેમતણી પિચકારી ભર ભર, ખેલત હે જન ધીર. હો૦ ૧
શ્રદ્ધા દયા ક્ષમા સબ સખીયન, તત્પર ભઇ હે તૈયાર. બ૦
શીલ સંતોષ સબ મિલ ખેલત, શ્રીસદ્‌ગુરુ કે દરબાર. હો૦ ર
સાક્ષીરૂપ અનુપ સાંવરો, પ્રીતમ પ્રગટ પ્રમાણ. બ૦
તાસે લૂંબઝૂંબ રહે નિશદિન ; સમજુ સો સંત સુજાણ. હો૦ ૩
જ્ઞાનકા ચોક ધ્યાનકી રચના, અનહદ વાજાં વાજ. બ૦
બ્રહ્માનંદ કહત હોરિ હોરિરી, ફગુવા સો સંત સમાજ. હો૦ ૪

મૂળ પદ

હોરિ ખેલિયે સુંદર શ્યામસે હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી