આકર્ષિત ચિત્ત ચાર, પૂર્વ ઉત્તર દુવાર,
દાદા ખાચર દરબાર, નિંબવૃક્ષ નીરખો,
હરદમ સંતો હજાર, જમતા જ્યાં જમણવાર,
પ્રભુ પોતે પીરસનાર, પુરુષોત્તમ પરખો,
સંતો શિર કરી પ્યાર, રેડત ઘૃત દધિ ધાર,
અદ્ભુત લીલા અપાર, એહ સ્થાન ધારો,
જય જય જદુનાથ હાથ, મુરલીધર મુગટ માથ,
ગઢપુરપતિ ગોપીનાથ, આશરો તિહારો...૧
કળિયુગમાં કલ્પવૃક્ષ, નીરખો આ નિંબવૃક્ષ,
પુરુષોત્તમજી પ્રત્યક્ષ, સંત સભા ભરતા,
દેતા બ્રહ્મજ્ઞાન દાન, પ્રેમીજન કરત પાન,
વચનામૃતથી મહાન, પ્રશ્ન ઉત્તર કરતા,
મુનિજન સહુ ધરે ધ્યાન, ગુનિજન સહુ કરે ગાન,
ઉત્તમનું સ્થાન જાન, અક્ષર નિર્ધારો...જય૦ ૨
પુરુષોત્તમ ધરી પાઘ, બિરાજત લક્ષ્મીબાગ,
ગાવત સંત રંગ રાગ, સાંજ સવારી,
મુક્તાનંદજી મહાન, પ્રેમાનંદ કરત ગાન,
સંગીત સાહિત્ય જ્ઞાન, બ્રહ્મમુનિ ભારી,
ચંપા જુઈ જાઈ ફૂલ, ડોલર મોગરા અમૂલ,
ગહેરા ગુલાબ ફૂલ, હાર હજારો...જય૦ ૩
સુંદર વૈતાંક શાક, પુરુષોત્તમ કરત પાક,
હોવત વસુદેવ હાંક, પંક્તિ કરી પીરસે,
વાડી લક્ષ્મી સ્વરૂપ, કોટીક બ્રહ્માંડ ભૂપ,
કાયમ આલય સ્વરૂપ, દેહોત્સર્ગ દરસે,
ઇચ્છારામ અનુજ વીર, રાજત રઘુવીર ધીર,
બાજત શ્રીજી મંદિર, પૂર્વ દિશ પ્યારો...જય૦ ૪
ઉન્મત્ત ગંગા અભંગ, યમુના સરસ્વતી ગંગ,
તાપી નર્મદા સંગ, નાવત તોલે,
જામે શ્રીજી રુ સંત, નાયે મુનિવર મહંત,
તાકો મહિમા અનંત, ખળખળિયો ખોલે,
ઘેલા જળ બિંદુ પાય, અગણિત પાતક જલાય,
અંતે અક્ષર અપાય, અધમ કો ઉધારો...જય૦ ૫
ખંભે જરિયાની ખેસ, બંસીધર ગોપવેશ,
વિલસત રાધા વ્રજેશ, નંદ કો દુલારો,
હિરાનંગ જડિત હાર, ગજરા તોરા અપાર,
જરિયાની વસ્ત્રધાર, પૂરનચંદ્ર પ્યારો,
કાને કુંડળ જડિત, ભાલે તિલક ભળીત,
મૂરતિ મનહર લલિત, સ્નેહથી સંભારો...જય૦ ૬
શ્રીજીકો અંગ અંગ, ભાવપૂર્ણ હે અભંગ,
અંતર આવત ઉમંગ, નીરખત જન નજરે,
રાજત હરિકૃષ્ણ રાજ, કરવાને શુભ કાજ,
આવ્યો કવિરાજ આજ, માવદાન નજરે,
ચિંતવન તવ ચરણ સહાય, અંતે અક્ષર અપાય,
સેવકની કરી સહાય, અરજી ઉર ધારો...જય૦ ૭