ધર્મ વર્મ મર્મ ધાર ફરન મરન હરનહાર ૧/૧

 ધર્મ વર્મ મર્મ ધાર, ફરન મરન હરનહાર;
ચરન શરન કરન પાર, અતિ ઉદાર સોહે;
	હિત ક્રત ચિત્ત નિત હુલાસ, રટત મીટત વીકટ પાસ;
	પ્રેમ નેમ અતિ પ્રકાશ, દાસ હાસ મોહે;
છબી અનુપ રૂપ બનીત, હરખ ઓઘ શોક હનીત;
ધન ધન જુવાની ભનીત, અગનીત નરનારી;
	જય જય હરિકૃષ્ણ રાજ, જગ કર વર ગુણ જહાજ;
	પ્રગટત સંગ લે સમાજ, કાજ ભક્તકારી...૧
નવલ પ્રવલ કમલ નેન, વીર ધીર અમલ બેન,
દનુજ દુષ્ટ કષ્ટ દેન, મેન સેન મારે;
	જય ધુનિ મુનિ વૃંદ સાથ, દુ:ખહર વરદાન હાથ,
	જન અધીન દીનનાથ, કે અનાથ તારે;
નિજ જન ધન સુખ નીકેત, વિમુખન દુ:ખ શોક દેત,
હરત વિપત અમીત હેત, લેત જગ ઉગારી;
	જય જય હરિકૃષ્ણ રાજ, જગ કર વર ગુણ જહાજ;
	પ્રગટત સંગ લે સમાજ, કાજ ભક્તકારી...૨
દૃગ વિશાલ લાલ કંજ, રસ પ્રકાર દાસ રંજ;
રતીપતિ ધ્રત ગરવ ગંજ, તેજ પુંજ રાજે;
	હોત જોત દુક્રત હાન, પુરુષ સરસ જગ પુરાન,
	ધરક સનક જનક ધ્યાન, લખી અગ્યાન ભાજે;
કોમલ દીલ અતિ કૃપાલ, પ્રફૂલિત ચિત્ત પ્રણત પાલ,
સરવસ વસ જસ વિશાલ, જાલ જગત જારી;
	જય જય હરિકૃષ્ણ રાજ, જગ કર વર ગુણ જહાજ,
	પ્રગટત સંગ લે સમાજ, કાજ ભક્તકારી...૩
ઉતપતિ સ્થિતિ પ્રલયપલક, ઝગમગ તનકાંતિ ઝલક,
અતુલીત વ્રત શીશ અલક, તિલક ભાલ દીને;
	વામ કામ કરન બાધ, ગાવત શ્રુતિ કહી અધાગ,
	ચિંતત ત્રત હો સમાધ, સાધ અભય કીને;
પ્રાન ભક્ત જગત પ્રેર, જગ કવીન કીન ઝેર,
બ્રહ્માનંદ બેર બેર, હેરત છબી પ્યારી;
	જય જય હરિકૃષ્ણ રાજ, જગ કર વર ગુણ જહાજ,
	પ્રગટત સંગ લે સમાજ, કાજ ભક્તકારી...૪ 
 

મૂળ પદ

ધર્મ વર્મ મર્મ ધાર ફરન મરન હરનહાર

મળતા રાગ

હરિકૃષ્ણાષ્ટક-ચર્ચરી છંદ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

કીર્તનનો અર્થ

અર્થઃ-   હે ધર્મના બખતર રૂપ મર્મના ધરનારા, અને જનમ મરણનું દુઃખ હરનારા, પોતાના ચરણને શરણે આવનારાને પાર ઉતારનારા, તમે અતિશે ઉદાર અને શોભાયમાન છો. તમારા મનમાં જનનું હિત કરવાનો નિત્ય (હુલ્લાસ) આનંદ છે. તમારા નામનું રટન કરતાં ભયંકર જમનો પાશ મટી જાય. તમે પ્રેમ અને નિયમનો અતિશે પ્રકાશ કર્યો  છે. તમારૂ હસવું દાસને મોહ પમાડે છે. ઉપમા અપાય નહીં એવી તમારી છબિ બની છે તે હરખના સમુદાય કરે છે, અને શોકને હણે છે. અને અગણિત પુરુષો અને સ્ત્રીઓ ધન્ય છે. ધન્ય છે, એમ વાણી બોલે છે. એવા હે હરિકૃષ્ણ મહારાજ તમારી જય થાઓ, જય થાઓ, હે જગની ઉત્પત્તિ કરનારા, તમે શ્રેષ્ઠ ગુણના જહાજ રૂપ છો. અને મુનિ મંડળનો સમાજ સાથે લઈને તમે પ્રગટ થયાં છો. અને ભક્ત જનનાં કારજ કરનારા છો. ૧.

            અર્થઃ-   તમે પ્રેમના મૂળ રૂપ છો. તથા ચન્દ્રમાની જોડ ગણીએ એવું તમારૂં મુખ છે, તેને નિરખીને હરિજન રૂપી ચકોર હરખે છે, અને શેષનાગ રાત અને દહાડો  તમારા ગુણ ગાય છે. અને મહા કઠોર પાપને તોડી નાખે છે. તમારી પ્રાર્થના કરવાથી પાપ હરો છો. તમારું દર્શન અને તમારો સ્પર્શ અતિ દુઃખે પ્રાપ્ત થાય એવો છે, કે જેથી નાના પ્રકારના ત્રિવિધ તાપ ટળી જાય છે અને તમે સર્વ ઠેકાણે અંતરજામીપણે વ્યાપક છો. તમે (અગ) સ્થાવર (જગ) જંગમ રુપી સૃષ્ટિમાં જન્મ ધરતાં થકા અજન્મા છો, અને તમે હાથીની અસ્વારી કરી છે. અને તમારા જશની મોટી કિરણો જગતમાં પ્રસરી છે. અને મત કરનારા મૂરખ લોકો તમને માનતા નથી. તમારાં ચરિત્ર ભારે ગુપ્ત છે. એવા હે હરિ કૃષ્ણ મહારાજ. ૨

            અર્થઃ-   તમારું બળ કલ્યાણનું જોરાવર મૂલ છે. અને તમારાં દર્શનથી હરિજનનાં વિઘ્ન દૂર થાય છે. એમ નાના પ્રકારનાં પંડિતો અને દેવતાઓ શુદ્ધ રીતે સમજે છે. તેથી તેઓ પૂરાં પુન્ય પામે છે. તમારી છબિને નિરખતાં મન તેમાં અટકે છે અને તમારો ઉપદેશ બુદ્ધિ કરે એવો તથા સુખ ભરે એવો છે. તે સારમાં સાર જાણીને શોધી લે તેના મનમાંથી ક્રોધાદિક જોદ્ધા જતા રહે, તમારૂં જ્ઞાન મોટા અજ્ઞાનને બાળી નાંખે એવું છે અને તે દુઃખને હરે છે. અને સુખનું દાન આપે છે. અને દેહાભિમાનની જડ ઉખાડી નાખીને  આ જગતને તરખલા બરોબર કરવાનું તાન રાખે છે. એવા હે હરિકૃષ્ણ મહારાજ. ૩

            અર્થઃ-   તમારૂં શરીર વરસાદના જેવું અને માયિક ત્રણ ગુણથી જૂદું બનેલું છે. અને તમારો મર્મ અજાયબ જેવો સદા ઉત્તમ છે. અને નવિન પ્રીતિથી સ્તુતિ કરવામાં વાણી દેવી રહે છે. પણ તે થાકી જાય છે. (પણ પાર પામતી નથી.) હે વરદાનના આપનારા નર રૂપ તમે અતિશે પ્રવીણ છો. તમારે આધિન જે જન થાય, તેના દરદ નાશ કરો છો. અને કળાથી તથા બળથી દુષ્ટોને તમે નિર્બળ કર્યા છે. અને તમે ગરીબોને સુખ દેનારા છો. તમારી ક્રાંતિ સુંદર શ્રેષ્ઠ અને રસિક છે, તમારા નેત્રમાં અને વચનમાં અમૃત વરસે છે અને તમારો સ્પર્શ કરવાથી પાપ તથા તાપ મટી જાય છે. અને નરસી તૃષ્ણાને ટાળી નાખે છે. એવા હે હરિકૃષ્ણ મહારાજ. ૪

નવલ પ્રબલ કમલ નેન. વીર ધીર અમલ બેન.

            અર્થઃ-   નવીન કમલ જેવાં અને જોરાવર તમારાં નેત્ર છે. વીરરસ તથા ધીરજ ભરેલાં તમારાં નિર્મળ વચન છે. તે દુષ્ટ જનને અને દૈત્યોને દુઃખ દેનારાં છે. અને કામદેવની સેનાને મારી નાખે છે. તમે સંત મંડલની સાથે જયકારની ધુનિ કરો છો, અને તમે હાથે કરીને દુઃખ હરવાનું વરદાન આપો છો. અને હે ગરીબના નાથ, તમારે આધીન જે જન થાય છે એવા કેટલાએક અનાથને તમે તાર્યા છે. તમે પોતાના જનના ધન રૂપ તથા સુખના ઘર રૂપ છો અને વિમુખ જનોને દુઃખ તથા શોક આપો છો. વળી તમે જગત ઉપર અપાર હેત રાખીને વિપત્તિ ટાણે વિપત્તિ હરીને બચાવી લ્યો છો. એવા હે હરિકૃષ્ણ મહારાજ. ૫.

            અર્થઃ-   રાતા કમલ જેવાં અને મોટાં તમારાં નેત્ર છે. અને નવ પ્રકારના રસથી તમે દાસને રંજન કરો છો. અને કામદેવની કાંતિને તથા અભિમાનને તોડી નાખે એવો તમારા તેજનો સમુદાય બિરાજે છે. તમે જગત કરતાં પુરાણ એટલે જુના પુરૂષ સારા છો. ને તમને જોતાં પાપનો નાશ થાય છે. અને સનકાદિક તથા જનક વિદેહી તમારૂ ધ્યાન ધરે છે. અને તમને દેખીને અજ્ઞાન નાસી જાય છે. તમારૂં મન અતિશે કોમલ અને દયાળું છે. અને તમારૂ ચિત્ત સદા પ્રફુલ્લિત રહે છે. અને તમે આશ્રિત જનના પાળનારા છો. અને સર્વ તમારે વશ છે. તથા તમારો જશ મોટો છે. અને જગતની જંજાળને બાળનારા છો. એવા હે હરિકૃષ્ણ મહારાજ ॥૬॥

અર્થઃ-   રોજ રોજ તમે સારૂં રૂપ ધરો છો. તમે અકળિત છો અને અંતર્યામીપણે સર્વત્ર વ્યાપક છો. અને તમે એક જ પરમેશ્વર છો. તમારા જેવો બીજો કોઈ નથી. માણસના મનને  તપાવે એવી વિપત્તિને કાપવાની ટેક તમે ધરો છો. અને તમે શુદ્ધ વિવેકના દેનારા છો તમે ધ્યાન કરવા યોગ્ય છો. શાસ્ત્ર તથા વેદમાં તમારૂં ધ્યાન કહ્યું છે. તમારા ગાત્ર ગોરા રંગનાં અને હૃદયને ચોરી લે એવાં છે. તે ચિત્તમાં ધરવાથી શુભ શુચી એટલે પવિત્ર કરે છે. અને ધર્મ પિતાનું રક્ષણ કરનારા  તમે છો. તમે જુગજુગ પ્રત્યે સારો દેહ ધારણ કરો છો. અને નટમાં શ્રેષ્ઠ એવી કાયા નવિન સ્નેહથી ધારો છો, તમે ગુણના ભંડાર છો. અને સિદ્ધિના અને સારી બુદ્ધિના ઘર રૂપ છો. અતિશે અપાર મિત્રતાવાળા છો. એવા હે હરિકૃષ્ણ મહારાજ ॥૭॥

 

અર્થઃ-   તમે એક પલમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરો છો. તમારા શરીરની કાંતિ ઝગમગ ઝગમગ એમ ફલકે છે. જેની તુલ્ય કોઈ ન આવે એવા તમારા મસ્તકના કેશ વળેલા છે, અને કપાળમાં તિલક કરી દીધું છે. વામ એટલે વાંકો એવો જે કામદેવ તેને તમે બંધન કરનાર છો અને વેદ તમને અપાર કહીને ગાય છે. તમારૂં ચિંતવન કરતાં તરત સમાધી થાય છે. અને તમે ઘણાં સાધુઓને નિર્ભય કર્યા છે. તમે ભગતનાં તથા જગતનાં પ્રાણરૂપ  અર્થાત અંતર્યામી છો. અને જગતના કવિઓને અર્થાત્‍ પંડિતોને તમે જેર કર્યા  છે. અર્થાત જીતી લીધા છે. બ્રહ્માનંદ સ્વામી વારેવારે તે તમારી પ્યારી છબિને નિરખે છે. એવા હે હરિકૃષ્ણ મહારાજ ॥૮॥

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી