અથ અસાધુકો અંગઃ
કંઠિ ધાર ટિકા કિયા ભેખ નિકા બને ઠીક ઠિકા ચલે રાવનેમેં,
સબે પાય લાગે ધરે ભેટ આગે બહુ ચાતુરિ લોક બોલાવનેમેં,
સાખિ બોત શિખી કરે બાત તિખી ઘની રીત ઠાને ગુન ગાવનેમેં,
બ્રહ્માનંદ કહે બોત ગ્યાન જાને તેરા તાન તો રાંડ રિઝાવનેમેં ૩૧
કરે રોજ સેવા ઠગિ દ્રવ્ય લેવા હિયે નીચ હેવા છલે ટોકરિમેં,
કહો કોન કાજે ધર્યા ભેખ ભુંડા રહ્યા દાબડુબ્યા લજા લોકરિમેં,
કબુ સંતકિ ટેલ તો નાંહિ કરે રહે હાજર રાંડકિ નોકરિમેં,
બ્રહ્માનંદ કહે રિઝે રામ કેસેં તેરા ચિત્ત તો છોકરા છોકરિમેં ૩૨
પેઢિ માંડ બેઠા કાજ પેટહુકે માંહિ માલ ભર્યા ઠગ ફાંશિયાંકા,
વિષે આપ સેવે ઠગિ દ્રવ્ય લેવે એસા બોધ દેવે રોટિ ખાસિયાંકા,
હરિજનકું દેખકેં દ્વેષ ધરે ભરે દોડ હોકા ગામ ગ્રાસિયાંકા,
બ્રહ્માનંદ કે રામકા દાસ નહી તેં તો દાસ હે દૂનિયાં દાસિયાંકા. ૩૩
ગલે ધાર માલા વિષેમેં બિહાલા કરે ચિત્ત ચાલા પટુ પામડિમેં,
ઘસેં ભાંગ ઘોટા ખરા ભાવ ખોટા દિયે રોજ આંટા સબે ગામડિમેં,
ચહે બોત હેલા મંડે દ્વાર મેલા કરે ધન ભેલા ધરે તામડિમેં,
બ્રહ્માનંદ કે રામસેં પ્રીત નહી તેરા ચિત્ત તો દામડિ ચામડિમેં. ૩૪
સંત ભેખ ધર્યા અરુ દ્વેષ ધરે લવલેશ બિચાર ન જોવતા હે,
ઘટ ભિંતર તો અતિ મેલ ભર્યા અરૂ બાહેર તનકું ધોવતા હે,
તેરે અંતર ઝાલ ઝપી નહિ કામકિ રામકિકે લિયે રોવતા હે,
બ્રહ્માનંદ કે માંહિસેં મન મુંડે બિન મુંડમુંડે કહા હોવતા હે. ૩૫
ઠગિ માલ ખાયા કરિ પુષ્ટ કાયા માયામાંહિ માથા લગિ ખૂતતા હે,
ચહે બોત પેસા ફિરે બેલ જેસા સદા લોભકિ ગાડિમેં જૂતતા હે,
તેરે બાહિર ભેખ ગરિબકા દીસત દીલકે ભીતર દૂતતા હે,
બ્રહ્માનંદકે શીખિયા ધાઈયાંકુ ધરિ ભેખકેં માઈયાં ઘુતતા હે. ૩૬
લડૂ ખાંડહુકા ચૈયે લાલજીકું ગુડ બોત ગરમ જનાવતા હે,
ધોઈ મીસરિકા ભોગ બાલ ચહે દુધ ભેંસહુકા ઘના ભાવતા હે,
ચૈયે ભાંગ ગાંજા મેરે લાલજીકું ભાજી તાજીયાં ભોગ લગાવતા હે,
બ્રહ્માનંદ કહે ઠગિ લેત પેસા એસા લોકકું જ્ઞાન બતાવતા હે. ૩૭
કહે બાઇયાંકું ધન તનહુસેં સદા ચાકરિ સંતકિ કિજીયો જી,
કોઈ આઈ કહે રામ આજ મિલે એસિ બાતકું નાંહિ પતીજીયોજી,
અછે ભોગ ધરો મેરે લાલજીકું ધોઈ સાલિગરામકું પીજીયો જી,
બ્રહ્માનંદ કહે ખબર્દાર રેનાં દેનાં હોય સો હમકું દીજીયો જી ૩૮
ચલ્યા મુંડ મુંડાયકેં હોઈ સાધૂ જગે બાંધકેં માંત કિલાવતા હે,
રાંક મુંડિયા દ્વારસેં માર કાઢે ખૂબ રંડિયા દેખ ખિલાવતા હે,
નખ શીખ ભર્યા તન ઘાઈયાંમેં તાન માઈયાં સાથ મિલાવતા હે,
બ્રહ્માનંદકે માનમેં ટંટ રહ્યા ઠાલા કાયકું ઘંટ હિલાવતા હે. ૩૯
કરે એક ચેલી રખે આપ ભેલી તાકી બંદગિ બોત બખાનતા હે,
સદ્ગ્રંથકિ રીત ન કાન ધરે કરે બાદર ખોટા મત તાનતા હે,
કરે કૂડ કપટ રુ ઓરહુકા ધન આપને મંદિર આનતા હે,
બ્રહ્માનંદકે રામકિ બાત નહિ મન માઈકિ જાતમેં માનતા હે. ૪૦
માઈ દેખ તેરા યહ દેહ ખોટા તાતેં સંતકે કામ લગાવનાં જી,
સાધૂ દ્વાર ખડે ગઉ રામજીકિ ખુબ માલ તાજા ખવરાવનાં જી,
ભિન ભાવ ન રાખિયે ભેખ હુસેં તાકિ સીત પ્રસાદિ બિ પાંવનાંજી,
બ્રહ્માનંદ કહે કછુ મંત્ર કહેગે એકાંત આસનપેં આવનાંજી. ૪૧
સબે ઢોર ઢાંઢે મેરે રામજીકે ભેંસ રામજીકી દુધ પાવનેકું,
સબે ખેત વાડી મેરે રામજીકે ભાજીશાક બિ ભોગ ધરાવનેકું,
દોય છોકરા છોકરિ રામજીકે એક ટેલવિ છાન ઉઠાવનેકું,
બ્રહ્માનંદ કે રામકા નામ લેવે સબે આપને કામ લગાવનેકું. ૪૨