અથ સંતકો અંગ.
એસે સંત ખરે જગમાંહિ ફિરે નહિ ચાહત લોભ હરામકુંજી,
સદા શીલ સંતોષ રહે ઘટ ભીતર કેદ કિયે ક્રોધ કામકુંજી
અરુ જીભ હુસેં કબુ જૂઠ ન ભાખત ગાંઠ ન રાખત દામકુંજી,
બ્રહ્માનંદ કહે સત્ય વારતાકું એસે સંત મિલાવત રામકુંજી. ૪૩
નિષકામ સદા મન રામ રિઝાવન દામ રૂ વામસેં દૂર હે જી
લવલેશ નહી જાકે લોભહુકા નહિ કામ ન ક્રોધ ન કૂર હે જી,
મન પ્રાન ઈન્દ્રીનકે મામલેસેં હઠે નાંહિ પિછા એસા શૂર હે જી
બ્રહ્માનંદ કહે સત વારતાકું એસે સંતસેં શામ હજુર હે જી. ૪૪
તિન તાપકિ ઝાલમેં નાહિ તપે આંટિ છોડતા જીવ અનંત હે જી,
સદા શીલ સંતોષ હિ અંગ શોભે અછિ જાનતા બાત એકાંતકિ જી,
રસબસ રહે નિત્ય રામહુમેં સબે જાનતા રેસ્ય* સિદ્ધાંતકિ જી,
બ્રહ્માનંદ કે વાર હજાર મેંતો બલિહારિ જાઉં એસે સંતકિ જી,
બ્રહ્માનંદ કે વાર હજાર મેંતો બવિહારિ જાઉં એસે સંતકિ જી. ૪૫
ધન્ય ભાગ્ય બડે જગમાંહિ જાકે એસે સંતહુસેં ઓલખાનહે જી,
ઇન્દ્રિયાંકું લગાય સ્વરૂપહુમેં કિયે કેદહુમેં મન પ્રાનહે જી,
હરિ સાથ રહે લયલીન સદા કરિ પ્રીત પ્રગટ પ્રમાનહે જી,
બ્રહ્માનંદ કહે દાસ રામહુકે એસે જગમેં સંત સુજાનહે જી ૪૬
અબધૂત સદા અલમસ્ત રહે કહે બાત સદા કિરતારકિ જી,
કાલ વ્યાલકે દાવસેં નાંહિ ડરે છુવે નાહિન ઝાલ સંસારકિ જી.
લયલીન સ્વરૂપમેં લક્ષ રહે તાકું પક્ષ નહી નિજ પારકિ જી,
બ્રહ્માનંદ કહે જીવ આય મિલે ખેલે ચોટ સદા નિરધારકિ જી. ૪૭
એસે સંત મિલે કમિ કાહુ રહી સાચિ શીખવે રામકિ રીતકું જી,
પરાપાર સોઈ પરિબ્રહ્મ જામે ઠહરાત હે જીવકે ચિત્તકું જી,
દ્રઢ આસન સાધકેં ધ્યાન ધરે કરે ગ્યાન હરિજીકે ગીતકું જી,
બ્રહ્માનંદ કહે એસે સંત મિલે પ્રભુ સાથ બઢાવત પ્રીતકુંજી. ૪૮
જ્ઞાતિ ચારણ ઓડક આસિયુંકિ આબુ છાંય ભયો ખાણ ગામમેં જી
તાકે નામ શંભૂદાન તાતહુકો માત લાલુબાઈ ધર્યો ઠામમેં જી,
લાડુ મેટકેં શ્રીરંગ નામ ધરયો દોઉ લિન બ્રહ્માનંદ નામમેં જી
ચિત્ત ધાર સહજાનંદ શામ છબી જગ જીત ગયો નિજ ધામમેં જી ૪૯
આદિ ત્રીશમેં માયિક જીવહુકી લખી રીત દેખાવન ત્રાસહે જી,
પિછે ભેખ લજાવન ભડુવાંકે લખ્યે દ્વાદશ વાક્ય વિલાસહે જી,
પિછે આઠમેં સંતકી રીત લખી સોઈ સત્ય પ્રભુજીકે દાસહે જી,
બ્રહ્માનંદ વિચારકે તોલનાંજી યહ જુલના નંગ પચાસહે જી. ૫૦