આજ પ્રગટ પ્રમાણ મહારાજ, ગુણાતીતાનંદમાં ૧/૧

ધન્ય ધન્ય ધન્ય મારા નાથજી,

આજ પ્રગટ પ્રમાણ મહારાજ, ગુણાતીતાનંદમાં..ટેક

સ્વામી શ્રીજીનું સત્ય સ્વરૂપ છે,

 અંગો અંગમાં રહ્યા છે આજ.... ૧

એના શીશમાં શીશ મહારાજનું,

 એના નેત્રમાં રહી જુએ આજ... ૨

એના કાનમાં કાન શ્રીજી તણા,

 સ્તુતિ સાંભળે છે મુનિરાજ... ૩

એના હૃદયમાં હૃદય હરિ તણું,

 સ્વામી ભેટ્યે ભેટ્યા મહારાજ.... ૪

એની ભુજામાં ભુજા ભગવાનની,

 એના પાવમાં પ્રભુના પાવ... ૫

મુનિ અખંડાનંદના નાથનો,

 થયો સ્વામીમાં સહજ સમાવ... ૬

મૂળ પદ

આજ પ્રગટ પ્રમાણ મહારાજ, ગુણાતીતાનંદમાં

રચયિતા

અખંડાનંદ મુનિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી