વ્હાલા તારી મૂર્તિનું બંધન છે એવું ૧/૧

વ્હાલા તારી મૂર્તિનું બંધન છે એવું,
ચંદ્ર ને ચકોરીની પ્રિતડીના જેવું...........ટેક
ચંદ્રને જો નિરખે ન એક પલ ચકોરી,
તજી દે એ પ્રાણને વિયોગે ઝુરી ઝુરી
અદ્ભૂત આ બંધન છે  ના મનાય એવું,
ચંદ્ર ને ચકોરીની પ્રીતડી ના જેવું..........વ્હાલા-૧
ઘનશ્યામ આવો મારા હૃદિયામાં સ્વામી,
ભક્તિ કરુ છું તારી ધામના ઓ ધામી
મુરતીનું સુખડું છે ના ભૂલાય એવું,
ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું...........વ્હાલા-૨
ભક્તોના નાથજી સંભાળજો નૈયા,
બની રેજો અંતકાળે નાવના ખેવૈયા
દયા કરી નાથ મુને દેજો વર એવું,
ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું...........વ્હાલા-૩
પતિતના પાવક છો શ્રી હરિ કહે ‘જયેશ’,
ગુણગાન ગાય તમારા બ્રહ્માદિક મહેશ,
ઓરા આવો શ્યામ મારું કીર્તન છે કેવું,
ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું...........વ્હાલા-૪  

મૂળ પદ

વ્હાલા તારી મૂર્તિનું બંધન છે એવું

રચયિતા

જયેશ સોની

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
જયેશ સોની
ફિલ્મી રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
5
6